MCX DAILY REPORT: સોનાનો વાયદો રૂ. 171 અને ચાંદીનો વાયદો રૂ.904 ઘટ્યો
મુંબઈ, 14 ઓક્ટોબર,2024: દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.79755.73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10127.36 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.69626.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1270.82 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5734.11 કરોડનાં કામકાજ
એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.76251ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.76467 અને નીચામાં રૂ.76080ના સ્તરને સ્પર્શી, રૂ.76307ના આગલા બંધ સામે રૂ.171 ઘટી રૂ.76136ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.89 ઘટી રૂ.61140ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.15 ઘટી રૂ.7446ના ભાવ થયા હતા. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.98 ઘટી રૂ.75640ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.91239ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91644 અને નીચામાં રૂ.90614ના મથાળે અથડાઈ, રૂ.91690ના આગલા બંધ સામે રૂ.904 ઘટી રૂ.90786ના ભાવે બોલાયો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.840 ઘટી રૂ.90710ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.822 ઘટી રૂ.90724ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 2417.05 કરોડનાં કામકાજ
કિલોદીઠ તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.11.25 ઘટી રૂ.828.85ના ભાવ થયા હતા. જ્યારે જસત ઓક્ટોબર વાયદો રૂ.5.2 ઘટી રૂ.283.1ના ભાવે બોલાયો હતો. આ સામે એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો રૂ.3.15 ઘટી રૂ.238.35ના ભાવ થયા હતા. જ્યારે સીસું ઓક્ટોબર વાયદો રૂ.1.75 ઘટી રૂ.182.1ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1973.28 કરોડનાં કામકાજ
એમસીએક્સ ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.6293ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6300 અને નીચામાં રૂ.6180ના મથાળે અથડાઈ, રૂ.6364ના આગલા બંધ સામે રૂ.137 ઘટી રૂ.6227ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.135 ઘટી રૂ.6230ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.5.4 ઘટી રૂ.216.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.5.4 ઘટી રૂ.216.9ના ભાવ થયા હતા.
ક્રૂડ તેલ, નેચરલ ગેસ, કોટન-ખાંડીના વાયદામાં સાર્વત્રિક નરમાઈ અને મેન્થા તેલમાં સુધારોઃ
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 1027.06 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 946.22 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.51 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 2.92 કરોડનાં કામ થયાં હતાં.કૃષિચીજોમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.925ના ભાવે ખૂલી, 10 પૈસા વધી રૂ.921ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.190 ઘટી રૂ.56810ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.10127.36 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.69626.19 કરોડનું ટર્નઓવરઃ
એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 2670.80 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3063.32 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1399.03 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 313.57 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 48.88 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 655.57 કરોડનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)