COMMODITIES MARKET OUTLOOK AT A GLANCE
શ્રાદ્ધ પક્ષની સુસ્તીના કારણે રૂ. 49800- 49500ની રેન્જમાં અથડાતું સોનું
Intraday Technical Outlook
Gold LBMA Spot | 1660 ડોલરની નીચે જ્યાં સુધી પ્રાઇસ લેવલ રહે ત્યાં સુધી માર્કેટમાં સુસ્તી અને ખરીદીની ગેરહાજરી રહી શકે છે. માઇલ્ડ નેગેટિવ ટ્રેન્ડ ત્યારે જ પૂરો થયેલો ગણવો કે જ્યારે 1680 ડોલરની સપાટી ક્રોસ થાય. |
Silver LBMA Spot | માર્કેટમાં 18.50 ડોલરની રેન્જમાં અથડાયેલો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી આ લેવલ ઉપર કે નીચે ક્રોસ થઇ ના જાય ત્યાં સુધી ચાલ સ્પષ્ટ થશે નહિં. નીચામાં લિક્વિડેશન પ્રેશર વિશેષ જણાય છે. |
Crude Oil NYMEX | 84 ડોલરની નીચે મજબૂત સપોર્ટ જણાય છે. પરંતુ આજના દિવસની મોમેન્ટમ વીક જણાય છે. 88 ડોલર ક્રોસ થાય તો જ મજબૂત રિકવરીનો ચાન્સ હોવાનું નિષ્ણાતો માને છે. |
MCX Technical Commentary
Gold KG Oct | માર્કેટ રેન્જબાઉન્ડ થઇ રહ્યું છે. દિવાળી તહેવારોમાં શ્રાદ્ધ પક્ષની સુસ્તીના કારણે રૂ. 49800ની રેન્જ બંધાઇ ગઇ છે. રૂ. 50200 ક્રોસ થયા બાદ માર્કેટમાં રિકવરીની શક્યતા ગણાવી શકાય. |
Silver KG Dec | રૂ. 57600ની મહત્વની રેઝિસ્ટન્સ આસપાસ માર્કેટ સેલિંગ પ્રેશર ખાળી શકતું નથી. આ લેવલ ક્રોસ થાય તો સીધી સુધારાની ચાલ શક્ય બને તેવું હાલના તબક્કે જણાય છે. |
Crude Oil Sep | રૂ. 610નો સપોર્ટ જળવાઇ રહે તો માર્કેટમાં રિકવરીની શક્યતા જણાય છે. રૂ. 625 ક્રોસ થયા પછી માર્કેટમાં મજબૂત રેલીની શક્યતા જણાય છે. |
COMMODITIES MARKET OUTLOOK AT A GLANCE: by Geojit Commodity
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)