શ્રાદ્ધ પક્ષની સુસ્તીના કારણે રૂ. 49800- 49500ની રેન્જમાં અથડાતું સોનું

Intraday Technical Outlook

Gold LBMA Spot1660 ડોલરની નીચે જ્યાં સુધી પ્રાઇસ લેવલ રહે ત્યાં સુધી માર્કેટમાં સુસ્તી અને ખરીદીની ગેરહાજરી રહી શકે છે. માઇલ્ડ નેગેટિવ ટ્રેન્ડ ત્યારે જ પૂરો થયેલો ગણવો કે જ્યારે 1680 ડોલરની સપાટી ક્રોસ થાય.
Silver LBMA Spotમાર્કેટમાં 18.50 ડોલરની રેન્જમાં અથડાયેલો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી આ લેવલ ઉપર કે નીચે ક્રોસ થઇ ના જાય ત્યાં સુધી ચાલ સ્પષ્ટ થશે નહિં. નીચામાં લિક્વિડેશન પ્રેશર વિશેષ જણાય છે.
Crude Oil NYMEX84 ડોલરની નીચે મજબૂત સપોર્ટ જણાય છે. પરંતુ આજના દિવસની મોમેન્ટમ વીક જણાય છે. 88 ડોલર ક્રોસ થાય તો જ મજબૂત રિકવરીનો ચાન્સ હોવાનું નિષ્ણાતો માને છે.

MCX Technical Commentary

Gold KG Octમાર્કેટ રેન્જબાઉન્ડ થઇ રહ્યું છે. દિવાળી તહેવારોમાં શ્રાદ્ધ પક્ષની સુસ્તીના કારણે રૂ. 49800ની રેન્જ બંધાઇ ગઇ છે. રૂ. 50200 ક્રોસ થયા બાદ માર્કેટમાં રિકવરીની શક્યતા ગણાવી શકાય.
Silver KG Decરૂ. 57600ની મહત્વની રેઝિસ્ટન્સ આસપાસ માર્કેટ સેલિંગ પ્રેશર ખાળી શકતું નથી. આ લેવલ ક્રોસ થાય તો સીધી સુધારાની ચાલ શક્ય બને તેવું હાલના તબક્કે જણાય છે.
Crude Oil Sepરૂ. 610નો સપોર્ટ જળવાઇ રહે તો માર્કેટમાં રિકવરીની શક્યતા જણાય છે. રૂ. 625 ક્રોસ થયા પછી માર્કેટમાં મજબૂત રેલીની શક્યતા જણાય છે.

COMMODITIES MARKET OUTLOOK AT A GLANCE: by Geojit Commodity

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)