IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2022માં ગુજરાતની 86 વ્યક્તિઓ સામેલ

  • રાજ્યની ફાર્મા અને કેમિકલ્સ- પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રની 36% વ્યક્તિઓ સામેલ
  • ગુજરાતના રહેવાસી ધનિકોની સંપત્તિ એક વર્ષમાં 70% વધી રૂ. 15,02,800 કરોડ
  • વર્ષ 2022માં રાજ્યમાંથી 14 અમેરિકન ડોલર અબજોપતિઓ
  • ગૌતમ અદાણી એન્ડ ફેમિલી ચાલુ વર્ષે રાજ્યના ધનિકોની યાદીમાં ટોચ પર
  • રિચ લિસ્ટ 2022માં ગુજરાતમાંથી 13 નવી વ્યક્તિઓ ઉમેરાઇ
  • રાજ્યના 52% ધનિકો અમદાવાદમાં, 2 મહિલાઓનો યાદીમાં પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના ધનિકોની યાદીમાં બીજા ક્રમે પહોંચી જવા સાથે IIFL Wealth Hurun Gujarat Rich List 2022 અનુસાર ગુજરાતમાંથી ટોચના ધનિકોની  યાદીમાં નવાં 86 ગુજરાતી ધનિકો ઉમેરાયા છે. એટલુંજ નહિં ટોચના ધનિક ગુજરાતીઓની આવક છેલ્લા એક વર્ષમાં 70 ટકા વધી છે. ગુજરાતના ધનિકોની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં વધુ રૂ. 15,02,800 કરોડ થઈ છે. હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને IIFL વેલ્થની 2022ની એડિશન ‘IIFL હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022’ યાદીમાં 86 નવા ધનિકોનો ઉમેરો થયો છે. જે રેકોર્ડ વધારો દર્શાવે છે. રૂ. 1,000 કરોડ કે વધારે સંપત્તિ ધરાવતા સૌથી વધુ ધનિક વ્યક્તિઓને IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં સામેલ કરવામાં આવ્યા છે.

IIFL વેલ્થના કો-ફાઉન્ડર અને જોઇન્ટ સીઇઓ યતિન શાહે જણાવ્યુ હતું કે, “IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022 ભારતીયોની સંપત્તિમાં વધારા સાથે આર્થિક વૃદ્ધિના માર્ગે પ્રગતિ દર્શાવે છે. ગુજરાત ભારતમાં ઉદ્યોગસાહસિકતાનો વારસો ધરાવતા શ્રેષ્ઠ રાજ્યોમાં સામેલ છે, ટેકનોલોજીની સ્વીકાર્યતા સાથે ફાઈનાન્સિયલ અવેરનેસ ગુજરાતમાં મોટાપાયે જોવા મળી છે. ગુજરાતમાંથી 86થી વધારે વ્યક્તિઓ IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં સામેલ થયા છે.

ધનિકોની સંખ્યા 11 વર્ષમાં 17 ગણી વધી

હુરુન ઇન્ડિયાના એમડી અને ચીફ રિસર્ચર અનાસ રહમાન જૂનૈદે કહ્યું હતું કે, ગુજરાતમાંથી ધનિકોની યાદીમાં સામેલ થવાનો રેશિયો 11 વર્ષમાં 17 ગણો વધ્યો છે.  દસ વર્ષ અગાઉ માંડ 5થી ઓછા નવા ધનિકો સામેલ થતાં હતા. આજે 86 થયા છે. ગ્લોબલ ટોપ 10માં 2 અને ઇન્ડિયા ટોપ 10માં 4 ઉદ્યોગસાહસિકો ગુજરાતી મૂળના છે.

ગૌતમ અદાણી સંપત્તિ 116 ટકા વધી

અગાઉના વર્ષની સરખામણીમાં વર્ષ 2022માં ટોપ 10 વ્યક્તિઓ માટે કટ-ઓફ રૂ. 1,800 કરોડ વધીને રૂ. 15,300 કરોડ રહ્યુ હતું. રાજ્ય અને દેશના ટોચના ધનિક ગૌતમ અદાણી એન્ડ ફેમિલીની સંપત્તિ એક વર્ષમાં 116 ટકા વધી છે.

ગુજરાતના ટોપ 10 ધનિક

રેન્કનામસંપત્તિ રૂ. કરોડમાંફેરફાર %કંપનીવયશહેરના રહેવાસી
1ગૌતમ અદાણી એન્ડ ફેમિલી10,94,400116%અદાણી60અમદાવાદ
2પંકજ પટેલએન્ડ ફેમિલી34,900-29%ઝાયડસ લાઇફ69અમદાવાદ
3કરસનભાઈ પટેલએન્ડ ફેમિલી34,400-11%નિરમા78અમદાવાદ
4સમીર મહેતાએન્ડ ફેમિલી27,0004%ટોરેન્ટ ફાર્મા59અમદાવાદ
4સુધીર મહેતાએન્ડ ફેમિલી27,0004%ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ68અમદાવાદ
6સંદીપ પ્રવીણભાઈ એન્જિનીયર એન્ડ ફેમિલી26,000-2%એસ્ટ્રલ61અમદાવાદ
7ભદ્રેશ શાહ16,20020%AIA એન્જિનીયરિંગ70અમદાવાદ
8બિનિશહસમુખ ચુડગરએન્ડ ફેમિલી15,30010%ઇન્ટાસ ફાર્મા58અમદાવાદ
8નિમિશ હસમુખ ચુડગરએન્ડ ફેમિલી15,30010%ઇન્ટાસ ફાર્મા62અમદાવાદ
8ઉર્મિશ હસમુખ ચુડગરએન્ડ ફેમિલી15,30010%ઇન્ટાસ ફાર્મા63અમદાવાદ

સ્તોત્રઃ IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022

ફાર્મા સેક્ટરમાંથી સૌથી વધુ ધનિકો

રાજ્યના 21 ટકા સૌથી વધુ ધનિક વ્યક્તિઓ મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં કાર્યરત છે. ગુજરાતના ધનિકોની યાદીમાં બીજો સૌથી વધુ પસંદગીનો ઉદ્યોગ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ છે.

ટોપ 5 ઉદ્યોગો

રેન્કઉદ્યોગવ્યક્તિઓની સંખ્યાસૌથી વધુ ધનિક વ્યક્તિ સંપત્તિ (રૂ. કરોડમાં)
1ફાર્માસ્યુટિકલ્સ18પંકજ પટેલ એન્ડ ફેમિલી34,900
2કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિ.13અશ્વિન દેસાઈએન્ડ ફેમિલી10,300
3જ્વેલરી10બાબુ લાખાણીએન્ડ ફેમિલી4,900
4ફૂડ એન્ડ બેવરેજીસ8ભીખાભાઈ વીરાણી3,400
5ઔદ્યોગિક ઉત્પાદનો6પ્રકાશ સંઘવીએન્ડ ફેમિલી3,700

સ્તોત્રઃ IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022

ગુજરાતમાંથી 13 ઉદ્યોગ સાહસિકોએ પ્રથમ વખત ધનિક બન્યા

ગુજરાતમાંથી કુલ 13 વ્યક્તિઓએ IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022માં પહેલી વાર પ્રવેશ કર્યો છે. જેમની કુલ સંપત્તિમાં રૂ. 28,700નો વધારો થયો છે. જેમાં એથર ઈન્ડસ્ટ્રીઝના અશ્વિન દેસાઈ રૂ.10300 કરોડની સંપત્તિ સાથે ટોચ પર રહ્યા છે.

રેન્કનામસંપત્તિ (રૂ. કરો)કંપનીઉદ્યોગ
1અશ્વિનદેસાઈ એન્ડ ફેમિલી         10,300એથર ઇન્ડસ્ટ્રીઝકેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ
2જિગ્નેશભાઈ દેસાઈ           2,700NJ ઇન્ડિયા ઇન્વેસ્ટનાણાકીય સેવાઓ
2નીરજભાઈ ચોકસી           2,700NJ ઇન્ડિયા ઇન્વેસ્ટનાણાકીય સેવાઓ
4યમુનાદત્ત અગ્રવાલફેમિલી           2,000જિન્દાલ વર્લ્ડવાઇડટેક્સટાઇલ્સ, એપેરલ્સ એન્ડ એક્સેસરીઝ
5હસમુખ જી ગોહિલ           1,700તીર્થ એગ્રો ટેકનોલોજીઓટોમોબાઇલ એન્ડ ઓટો કમ્પોનેન્ટ્સ

સ્તોત્રઃ IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2022

અંબાણી-અદાણી વચ્ચે રૂ. 3 લાખ કરોડનો તફાવત

2021માં મુકેશ અંબાણી સંપત્તિની દ્રષ્ટિએ અદાણીથી રૂ. 2 લાખ કરોડની સંપત્તિ વધારે ધરાવતા હતા, જ્યારે 2022માં અદાણી અત્યારે અંબાણીથી રૂ. 3 લાખ કરોડની સંપત્તિ વધુ ધરાવે છે.