મુંબઇઃ એમેઝોન ભારતમાંથી ઓનલાઈન ફૂડ ડિલિવરી બિઝનેસ બંધ કર્યા બાદ હવે હોલસેલ ડિલિવરી બિઝનેસ પણ બંધ કરવા જઈ રહી છે. કંપનીએ જણાવ્યુ હતુ કે, નાના વેપારીઓને પેકેજ્ડ કન્ઝ્યુમર ગુડ્સની બલ્કમાં ડોરસ્ટેપ ડિલિવરી પૂરી પાડતી સેવાઓ કંપનીએ બંધ કરી છે. આ એક્ઝિટ તેના કોસ્ટ કટિંગનો જ એક ભાગ છે. થોડા સમય પહેલાં એમેઝોને 10 હજાર કર્મચારીઓને છૂટા કર્યા હતા. એમેઝોન તેની મુખ્ય ઓફર્સ પર ફોકસ કરી રહી છે. એમેઝોન પણ વૈશ્વિક પડકારોનો સામનો કરી રહી છે. ભારત સૌથી ઝડપથી વિકસતુ ઈ-કોમર્સ માર્કેટ હોવા છતાં અનેક આકરા રેગ્યુલેટરી નિયમોનો સામનો કરી રહ્યુ છે. તદુપરાંત રિલાયન્સ, તાતા ગ્રુપ અને વોલ્માર્ટની માલિકીની ફ્લિપકાર્ટ તેને આકરી સ્પર્ધા આપી રહ્યુ છે. આગામી મહિનાઓમાં ઓનલાઈન ટેસ્ટ તૈયારી સંસાધનો પ્રદાન કરતું એમેઝોન એકેડેમી લર્નિંગ પ્લેટફોર્મ બંધ થઈ જવાના ભણકારા વાગી રહ્યા છે.ઓનલાઈન ફૂડ ડિલિવરી સર્વિસ આપતુ એમેઝોન ફૂડ શરૂ કર્યા બાદ 2020માં બંધ કર્યુ હતું. છેલ્લા એક દાયકામાં એમેઝોનએ દેશમાં કરિયાણાંથી માંડી ડિજિટલ પેમેન્ટ સુધીના સેગમેન્ટમાં વિસ્તરણ કર્યુ હતું. જે ફેશન, બ્યૂટી પ્રોડક્ટ્સ અને ફ્લાઈટ ટિકિટ પણ વેચે છે. કરિયાણું, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ફેશન અને બી2બી બિઝનેસ ઓફર કરે છે.