ટીબીઓ ટેક લિમિટેડ (“ટીબીઓ”)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટેક ટ્રાવેલ્સ ડીએમસીસએ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ બૂકાબેડ એજી (“બૂકાબેડ”)માં 51 ટકા શેરહિસ્સો ખરીદ્યો છે. ટીબીઓ અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રવાસ વિતરણ પ્લેટફોર્મ્સ પૈકીનું એક છે. 31 ઓક્ટોબર, 2021 સુધી લાખો ટ્રાવેલ સપ્લાયર્સ સાથે 110થી વધારે દેશોમાં 100,000થી વધારે ટ્રાવેલ ગ્રાહકોને જોડ્યાં છે. ટીબીઓના સહ-સ્થાપક અને જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર ગૌરવ ભટનાગરે કહ્યું હતું કે કાર્લના સતત નેતૃત્વ હેઠળ અમે બૂકાબેડના વ્યવસાયને મજબૂત કરવા આતુર છીએ. બૂકાબેડના સીઇઓ કાર્લ ટાયરેલએ જણાવ્યું કે, અમે અમારી હાલની સેવા અમારા ગ્રાહકોને આપવાનું ચાલુ રાખીશું તથા બૂકાબેડ બ્રાન્ડને પ્રમોટ અને ઓપરેટ કરીશું, જે આ બજારોમાં અતિ જાણીતી છે. અમારા મેનેજમેન્ટ, સેલ્સ કે સપોર્ટ ટીમમાં કોઈ ફેરફાર નહીં થાય.