અરવિંદ સ્માર્ટ સ્પેસસિસે 7 કલાકમાં ₹100 કરોડથી વધુના 150થી વધુ પ્લોટ વેચ્યા
બેંગ્લુરૂઃ ભારતની અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની પૈકીની એક અરવિંદ સ્માર્ટસ્પેસ લિમિટેડ (ASL)એ તેના રેસિડેન્શિયલ પ્લોટેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના બીજા તબક્કાની લોન્ચ કરેલી સમગ્ર ઇન્વેન્ટરીનું વેચાણ કરી દીધું છે, દેવનાહલ્લી, બેંગલુરુમાં અરવિંદ ગ્રેટલેન્ડ્સ, લોન્ચ થયાના 7 કલાકની અંદર 100 કરોડથી વધુ મૂલ્યના 150 કરતાં વધુ પ્લોટ વેચ્યા હતા.
અરવિંદ ગ્રેટલેન્ડ્સ સાથે બેંગલુરુમાં પ્લોટેડ ડેવલપમેન્ટ સેગમેન્ટમાં ASLની એન્ટ્રી કર્યા બાદ 26 નવેમ્બર, 2022માં પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 0.5 મિલિયન ચોરસ ફૂટ પ્લોટનું વેચાણ રૂ. 200 કરોડ કર્યું હતું. પ્રથમ તબક્કો HDFC પ્લેટફોર્મ 1 હેઠળ હતો. બીજો તબક્કો અને ભવિષ્યના તમામ તબક્કાઓ સંપૂર્ણ રીતે અરવિંદ સ્માર્ટસ્પેસની માલિકીના છે. અરવિંદ સ્માર્ટસ્પેસે 2013માં બેંગલુરુમાર્કેટમાં પ્રવેશ કર્યો અને અત્યાર સુધીમાં સમગ્ર પ્રદેશમાં 10 પ્રોજેક્ટ્સ ઉમેર્યા છે જેમાં 4 પ્રોજેક્ટ્સ પહેલેથી જ ડિલિવર થઈ ચૂક્યા છે અને 6 બાંધકામના વિવિધ તબક્કામાં છે.
આ અંગે અરવિંદ સ્માર્ટસ્પેસિસના એમડી અને CEO કમલ સિંગલે જણાવ્યું હતું કે, “અમે દેવેનહલ્લીના માઇક્રો માર્કેટમાં બેંગલુરુના ઘર ખરીદનારાઓ તરફથી આટલો જબરદસ્ત પ્રતિસાદ પ્રાપ્ત કરવા બદલ ઉત્સુક છીએ.