27 માર્ચ, 2023: અદાણી મુન્દ્રાપોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને હેન્ડલ કરી છે. અદાણી પોર્ટસ માટે આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે, જેણે અદાણી પોર્ટસના 39 જહાજની હિલચાલના અગાઉના રેકોર્ડને વટાવી દીધો છે. અદાણી મુન્દ્રા પોર્ટની માત્ર 24 કલાકમાં 40 જહાજની મુવમેન્ટ હેન્ડલ કરવાની સિદ્ધિ એ એક નોંધપાત્ર સિદ્ધિ છે જે પોર્ટની ઓપરેશનલ ક્ષમતાઓ અને કાર્યક્ષમતા દર્શાવે છે. આ બંદર, તેની ટીમ અને દેશના દરિયાઈ ઉદ્યોગ માટે ગર્વની ક્ષણ છે.