અમદાવાદ: ઓટોમોટિવ કોમ્પોનન્ટ્સ બનાવતી 58 વર્ષ જૂની કંપની દિવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ (Divgi TorqTransfer Systems Ltd.)નો આઈપીઓ અંતિમ દિવસે 5. 44 ગણો સબસ્ક્રાઇબ થયો છે. છેલ્લા દિવસે રિટેલ રોકાણકારોએ રૂ. 412 કરોડના આઈપીઓ સામે 4.31 ગણી એપ્લિકેશન્સ કરી હતી. ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 7.83 ગણો ભરાયો હતો. જ્યારે રિટેલ પોર્શન 4.31 ગણો ભરાયો હતો. એનઆઈઆઈ 1.40 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. કંપની રૂ. 560થી 590ની પ્રાઈસ બેન્ડ પર ફંડ એકત્રિત કરવામાં સફળ રહી હતી. 9 માર્ચે શેર એલોટ થશે અને લિસ્ટિંગ 14 માર્ચે થશે.

IPO સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ

કેટેગરીસબ્સ્ક્રિપ્શન (ગણો)
QIB7.83
NII1.40
Retail4.31
Total5.44

(સ્રોતઃ બીએસઇ વેબસાઇટ)