HDFC મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી 100 લૉ વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, 24 જૂન: HDFC મ્યુચ્યુઅલ ફંડ (HDFC MF)ની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે HDFC નિફ્ટી100 લૉ વોલેટિલિટી 30 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે પેસિવલી મેનેજ્ડ ફંડ છે જેનો હેતુ નિફ્ટી100 લૉ વોલેટિલિટી 30 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરવાનો છે. ન્યૂ ફંડ ઓફરિંગ (એનએફઓ) 21મી જૂને ખૂલે છે અને 5મી જુલાઈ, 2024ના રોજ બંધ થાય છે. આ સ્કીમ લાર્જકેપ પેરન્ટ ઈન્ડેક્સ એટલે કે નિફ્ટી100માંથી 30 સૌથી ઓછા વોલેટાઈલ શેરોના એક્સપોઝર સાથે લાંબા ગાળાની સંપત્તિનું સર્જન કરવાનું લક્ષ્યાંક ધરાવતા રોકાણકારો માટે યોગ્ય હોઈ શકે છે.
નિફ્ટી 100 લૉ વોલેટિલિટી 30 ટીઆરઆઈએ નિફ્ટી 100 યુનિવર્સમાંથી છેલ્લા એક વર્ષમાં સૌથી ઓછી વોલેટિલિટી ધરાવતા 30 શેરો પસંદ કર્યા છે. નિફ્ટી100 લૉ વોલેટિલિટી 30 ટીઆરઆઈ ઇન્ડેક્સે ઐતિહાસિક રીતે નિફ્ટી 100 ઇન્ડેક્સની તુલનામાં 1, 3, 5 અને 10 વર્ષની ક્ષિતિજમાં ઉચ્ચ સરેરાશ રોલિંગ વળતર આપ્યું છે. (સ્રોત: એનએસઈ ઇન્ડાઇસીસ લિમિટેડ ડેટા, આંતરિક ગણતરીઓ.) વધુમાં, આ ઈન્ડેક્સે ઐતિહાસિક રીતે બજારના તણાવના સમયગાળા દરમિયાન સ્થિતિસ્થાપકતા દર્શાવી છે એટલે કે જ્યાં NIFTY 100 ટીઆરઆઈ નેગેટિવ વળતર આપ્યું હતું ત્યાં તે દરેક નાણાંકીય વર્ષમાં નિફ્ટી 100 ટીઆરઆઈ કરતા ઓછો ઘટ્યો હોવાનું HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નવનીત મુનોતે જણાવ્યું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)