મુંબઈ, 29 જૂન: ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ અને ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્ત રીતે ઈન્સ્યોરન્સ સોલ્યુશન iShield લોન્ચ કર્યું છે, જે ગ્રાહકોને આરોગ્ય અને જીવન વીમો બંને પ્રદાન કરશે. iShield ગ્રાહકોને તબીબી સારવાર માટે જરૂરી ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ બનાવશે. આ ઉપરાંત, તે પોલિસીધારકના કમનસીબ મૃત્યુના કિસ્સામાં પરિવારને લમ્પસમ રકમ પણ આપશે. iShield, તેના ટુ-ઇન-વન બેનિફિટ સાથે ગ્રાહકોને દરેક માટે અલગ પ્રોડક્ટ ખરીદવાને બદલે એક જ પ્રપોઝલ દ્વારા તેમની આરોગ્ય અને જીવન વીમા જરૂરિયાતો મેનેજ કરવાની સગવડ પૂરી પાડશે. ગ્રાહકો એક જ એપ્લિકેશન કરીને અને મેડિકલ ચેક-અપ કરાવીને આ સોલ્યુશન સરળતાથી ખરીદી શકે છે. વિશાળ એજન્ટ નેટવર્ક ઉપરાંત, કંપનીની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન જેવા બહુવિધ ઉપયોગમાં સરળ ટચપોઇન્ટ્સ ગ્રાહકોને ઝંઝટ-મુક્ત ખરીદી અને પ્રીમિયમ ચૂકવણીનો અનુભવ પ્રદાન કરશે.

પ્રોડક્ટના લોન્ચિંગ વિશે ICICI લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ મંત્રીએ જણાવ્યું કે, iShield દ્વારા ગ્રાહકોને સીમલેસ સિંગલ વિન્ડો ગ્રાહક અનુભવ સાથે આરોગ્ય અને જીવન વીમા સોલ્યુશનનો વ્યાપક બેવડો લાભ પ્રદાન કરવાનો છે. ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર અમિત પલટાએ જણાવ્યું કે, iShield એક નવીન દરખાસ્ત છે જે ગ્રાહકોની બે સર્વોચ્ચ વીમા જરૂરિયાતોને સંબોધિત કરે છે – આરોગ્ય અને જીવન.