NSE IX ખાતે નીયર સાઇટ (NS)નો અમલ – IFSCમાં તેની નીયર સાઇટનો અમલ

GIFT IFSC, 17th April 2025: એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ (NSEIX) એ IFSCમાં પોતાની નીયર સાઈટનો 14 એપ્રિલ, 2025થી સફળતાપૂર્વક અમલ કરનાર તે પ્રથમ અને એકમાત્ર સ્ટોક એક્સચેન્જ છે. આ પહેલ IFSCએના બિઝનેસ કન્ટિન્યુટી પ્લાન (BCP) અને માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યૂશન્સ(MIIS)માટે ડિઝાસ્ટર રિકવરી (DR)ની માર્ગદર્શિકાના અનુપાલન તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્વોચ્ચ ધોરણ જાળવી રાખવાના અને માર્કેટના તમામ હિસ્સેદારોને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પૂરી પાડવાની અમારી હંમેશની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.
ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ ઓથોરિટી (આઇએફએસસીએ)એ ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ (IFSC)માં કાર્યરત તમામ સ્ટોક એક્સચેન્જીસ અને ક્લિયરિંગ કોર્પોરેશન્સને તેના તા. 16 નવેમ્બર, 2022ના પરિપત્ર સંદર્ભ નં. IFSCA/CMD-DMIIT/DR/774/2022/01 દ્વારા માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યૂશન્સ (એમઆઈઆઈએસ) માટે બિઝનેસ કન્ટિન્યૂટી પ્લાન (બીસીપી) તથા ડિઝાસ્ટર રિકવરી (ડીઆર)ની માર્ગદર્શિકા ઉપલબ્ધ બનાવી છે. આઇએફએસસીમાં એમઆઇઆઇ માટે બિઝનેસ કન્ટિન્યુઇટી પ્લાન (બીસીપી) અને ડિઝાસ્ટર રિકવરી સાઇટ (ડીઆરએસ) માટે આઇએફએસસીએ દ્વારા નિર્ધારિત માળખા અનુસાર, ડીઆરએસ ઉપરાંત, એમઆઇઆઇ પાસે ઝીરો ડેટા લોસ સુનિશ્ચિત કરવા માટે નીયર સાઇટ (એનએસ) પણ હશે.
સતત નિયમનકારી માર્ગદર્શન અને સમર્થન પૂરું પાડવા બદલ એનએસઈ આઈએક્સ આઇએફએસસીએનો આભાર વ્યક્ત કરે છે. અમે ટેલિકોમ પ્રોવાઈડર્સ અને ટેકનોલોજી વેન્ડર્સ ભાગીદારોના અમૂલ્ય સહકારને પણ આવકારીએ છીએ, નિયર સાઇટના સફળ સેટઅપમાં જેમનો સહયોગ અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યો હતો.
ગિફ્ટ નિફ્ટીએ 3 જુલાઈ,2023ના રોજ તેની પૂર્ણસ્તરની કામગીરી શરૂ કરી ત્યારથી જ તેમાં ટ્રેડિંગ ટર્નઓવર ઝડપથી વધી રહ્યું છે. 15 એપ્રિલ, 2025 ના રોજ, પૂર્ણ-સ્તરની કામગીરીના પ્રથમ દિવસથી, ગિફ્ટ નિફ્ટીએ 39.88 મિલિયનથી વધુ કરારોનું કુલ સંકલિત વોલ્યુમ નોંધાવ્યું છે, જેમાં કુલ સંકલિત ટર્નઓવર 1.76 ટ્રિલિયન અમેરિકન ડોલર (~રૂ. 151.10 ટ્રિલિયન) છે અને તે ~99.7% નો પ્રભાવશાળી બજાર હિસ્સો ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
