નવી દિલ્હી: ઈલેક્ટ્રિક વ્હિકલ બ્રાન્ડ ઓકાયા ઈવીએ તેના નવીન સ્કૂટર ઓકાયા ફાસ્ટ એફ3ને લોન્ચ કરી છે. ઓકાયા ફાસ્ટ એફ3 એકવાર ચાર્જ થયા પછી 125 કિ.મી.ની રેન્જ આપે છે. તે વોટરપ્રૂફ અને ડસ્ટ-રેજિસ્ટન્ટ છે તથા લોડિંગ ક્ષમતા પર 70 કિ.મી.ની મહત્તમ સ્પીડ ધરાવે છે. આ સ્કૂટર 1200 વોટની મોટરથી સજ્જ છે કે જે 2500 વોટની પીક પાવર આપે છે તથા લિથિયમ આયર્ન એલએફપી ડ્યુઅલ બેટરીથી સજ્જ સ્વિચેબલ ટેકનોલોજીની સાથે આવે છે, બેટરીને સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ 4-5 કલાકનો સમય લાગે છે. સ્કૂટર બેટરી અને મોટર પર 3 વર્ષની વોરન્ટી હોય છે. ઓકાયા ફાસ્ટ એફ3 ફીચર્સ જેમ કે રીજનરેટિવ બ્રેકિંગ, રિવર્સ મોડ અને પાર્કિંગ મોડ સાથે આવે છે. સ્કૂટર ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેંશન અને રીયસ સસ્પેંશન માટે હાઈડ્રોલિક સ્પ્રિંગ શોક એબ્ઝોર્બરની સાથે આવે છે. અંશુલ ગુપ્તા, મેનેજિંગ ડિરેક્ટર, ઓકાયા ઈલેક્ટ્રિક વ્હીકલ્સ-એ જણાવ્યું હતું કે, ઓકાયા ફાસ્ટ એફ3 એક આધુનિક ટુ-વ્હિલર છે, જે રૂ।. 99,999ની કિંમત પર છ આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે. મેટેલિક બ્લેક, મેટેલિક સ્યાન, મેટેલિક ગ્રીન, મેટેલિક ગ્રે, મેટેલિક સિલ્વર અને મેટેલિક વ્હાઈટ.