HDFC Q3 પરિણામ: નફો 13% વધી રૂ. 3,691 કરોડ

મુંબઇઃ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (HDFC)એ ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે મજબૂત લોન વિતરણ અને સ્થિર ઉપજના સ્પ્રેડને કારણે ચોખ્ખા નફામાં 13 ટકાનો વધારો નોંધાવ્યો છે. કંપનીએ રૂ. 3,690.80 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 3,260.69 કરોડ હતો. ચોખ્ખી વ્યાજની આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં 13 ટકા વધીને…

Read More

BUDGET REACTION: માળખાગત સુવિધા અને રોજગારી સર્જન પર ધ્યાન કેન્દ્રિત

એનએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણ આ વૃદ્ધિલક્ષી બજેટ છે, જે છેલ્લાં વર્ષોમાં શ્રેષ્ઠ બજેટ પૈકીનું એક છે, જેમાં માળખાગત સુવિધા અને રોજગારીના સર્જન એમ બંને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે સાથે દરેક વ્યક્તિ માટે આવકવેરા માટે સારો ઘટાડો કરવામાં આવ્યો છે અને રાજ્યોને ઘણું ભંડોળ મળ્યું છે. રાજકોષીય ખાધ જીડીપીના 6.4 ટકાથી…

Read More

કેન્દ્રિય અંદાજ પત્ર-૨૦૨૩ અંગે એનસીડેક્સનો પ્રતિભાવ

નાણાકિય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને સરકારે જ્રો ૨૦૨૩-૨૪નું સામાન્ય અંદાજ પત્ર રજૂ કર્યુ છે. જેમા વપરાશ આધારિત વિકાસની વાત છે. ગ્રામ્યવિકાસનાં દ્રશ્ટિકોણથી જોઇએ તો નાણા મંત્રીએ વેયરહાઉસિંગ સેક્ટરના વિકેન્દ્રિકરણની જે વાત કરી છે તે એક મહત્વનો નિર્ણય કહી શકાય. જે માગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અનેસીડેક્સ પણ એફ. પી. ઓ અને…

Read More

KFin Technologiesની ગિફ્ટ સિટીમાં સેવાઓ શરૂ

600 કર્મચારીઓની ભર્તી કરવાની યોજના હૈદરાબાદઃ મૂડી બજારમાં વિવિધ એસેટ ક્લાસમાં સર્વગ્રાહી સર્વિસ અને સોલ્યુશન્સ પૂરાં પાડતાં ટેકનોલોજી આધારિત અગ્રણી ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ KFin Technologies લિમિટેડ (KFintech)એ ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરી છે. કે ફિનટેકે ગિફ્ટ સિટીમાં ચાર ગિફ્ટ સિટી ફન્ડ્સ અને બે ગ્લોબલ ફન્ડ્સ સાથે ઔપચારિક હસ્તાક્ષર કર્યા હતા. વિવિધ વૈશ્વિક ગ્રાહકોને સેવા પૂરી…

Read More

MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1,152, ચાંદીના વાયદામાં રૂ.1,528નો ઉછાળો

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.56,760ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,826 અને નીચામાં રૂ.56,620ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,152 વધી રૂ.58,114ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.433 વધી રૂ.46,029 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1…

Read More

ITCનો નફો 21 ટકા વધ્યો, શેરદીઠ રૂ. 6 વચગાળાનું ડિવિડન્ડ

અમદાવાદ: એફએમસીજી સેગમેન્ટની આઈટીસી લિ.નો ડિસેમ્બર ત્રિમાસિક ચોખ્ખો નફો 21 ટકા વધી રૂ. 5,031.01 કરોડ નોંધ્યો હતો. જે ગતવર્ષે ₹4156.2 કરોડ હતો. આઈટીસીની આવક ગતવર્ષે રૂ. 15862 કરોડ સામે 2.3 ટકા વધીને ₹16225.1 કરોડ થઈ છે. ITCએ ₹1ની ફેસવેલ્યૂ ધરાવતા શેર દીઠ ₹6નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. રેકોર્ડ તારીખ 15 ફેબ્રુઆરી, 2023 નિર્ધારિત કરવામાં આવી છે. વચગાળાના ડિવિડન્ડની ચુકવણી 3 માર્ચ 2023 અને 5 માર્ચ, 2023 ની વચ્ચે રહેશે. કંપનીની EBITDA ₹5,102.1 કરોડથી વાર્ષિક ધોરણે 22% વધીને…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો: જીરાનાં વાયદામાં ઉપલી સર્કિટ

મુંબઇ: હાજર બજારોમાં નીચા મથાળે લેવાલી નીકળતાં અમુક ચોક્કસ કોમોડિટીમાં લેવાલી જોવા મળી હતી તેથી કૄષિ કોમોડિટીનાં વાયદા બેતરફી રહ્યા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૧૫૮.૧૦ ખુલી સાંજે ૮૨૨૪.૯૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૯૦રૂ. ખુલી ઉંચામાં ૮૧૯૦ તથા નીચામાં ૮૧૯૦રૂ. થઇ સાંજે ૮૧૯૦રૂ….

Read More

MCX: સોના-ચાંદીમાં ઊંચા મથાળેથી ઘટાડો

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 84,003 સોદાઓમાં કુલ રૂ.4,997.24 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.57,865ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,000 અને નીચામાં રૂ.57,676 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.381 ઘટી રૂ.57,733ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની…

Read More