પ્રાઈમરી માર્કેટ ઝોનઃ મેઇનબોર્ડમાં 2 અને SMEમાં 9 આઇપીઓની થશે એન્ટ્રી
અમદાવાદ, 29 જૂનઃ આ સપ્તાહે મેઇનબોર્ડમાં બે આઇપીઓની એન્ટ્રી થઇ રહી છે. તેમાં Knack Packaging અને આસ્થા સ્પીનટેક્સનો સમાવેશ થાય છે. જ્યારે ગત સપ્તાહે ખુલેલો CSM ટેકનોલોજીસનો આઇપીઓ સોમવારે બંધ થવા જઇ રહ્યો છે. જ્યારે આગામી અઠવાડિયામાં આવી રહેલા IPOમાં Vinit Mobile, Atharva Poly-Plast, Kratikal Tech, SamparkLogistics, Seemax Resources, Teja Engineering Industriesનો સમાવેશ થાય છે.
જૂન માસ દરમિયાન જિયો અને એનએસઇ સહિત 11 કંપનીઓએ સેબી સમક્ષ આપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કર્યા છે. જેના કારણે આગામી સમયમાં પ્રાઇમરી માર્કેટ ફરી પહેલાની જેમ ધમધમતું જોવા મળે તેવો આશાવાદ પ્રવર્તી રહ્યો છે.

નૅક પેકેજિંગ લિમિટેડ: પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેર્સનો આઈપીઓ બુધવાર, 1 જુલાઈ, 2026ના રોજ ખુલ્લો મૂકવાની દરખાસ્ત કરે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 3 જુલાઈ, 2026 છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે મંગળવાર, 30 જૂન, 2026 રહેશે. આ ઓફર માટેનો પ્રાઇસ બેન્ડ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર માટે રૂ. 161 પ્રતિ ઇક્વિટી શેરથી રૂ. 170 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં અરજી કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રતિ રૂ. 10ની ફેસ વેલ્યૂના ઇક્વિટી શેર દીઠ રૂ. 16નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. રૂ. 10 ફેસ વેલ્યૂ ધરાવતા ઓછામાં ઓછા 88 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ તેના 88 શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે.
| Company | Opening | Closing | Price (Rs.) | Total Issue (Rs.cr.) | Listing |
| Knack Packaging | 01-Jul | 03-Jul | 161- 170 | 439.50 | BSE, NSE |
| Aastha Spintex | 29-Jun | 01-Jul | 125- 136 | 170 | BSE, NSE |
| CSM Technologies | 24-Jun | 29-Jun | 107- 113 | 145.78 | BSE, NSE |
જ્યારે એસએમઇ પ્લેટફોર્મ ઉપર 9 આઇપીઓ યોજાવા જઇ રહ્યા છે અને ગત સપ્તાહે ખૂલેલો એક આઇપીઓ બંધ થશે.
| Company | Opening Date | Closing Date | Issue Price (Rs.) | Total Issue (Rs.cr.) | Listing at |
| Shree Balaji (Mala) Textiles | 0 | BSE SME | |||
| IC Electricals | 03-Jul | 07-Jul | 0 | NSE SME | |
| Vinit Mobile | 30-Jun | 02-Jul | 150-158 | 34.13 | NSE SME |
| SamparkLogistics | 30-Jun | 02-Jul | 80-84 | 27.22 | BSE SME |
| Seemax Resources | 30-Jun | 02-Jul | 134-141 | 19.74 | BSE SME |
| Atharva Polyplast | 30-Jun | 02-Jul | 55-60 | 27 | BSE SME |
| Teja Engineering | 30-Jun | 02-Jul | 220 | 37.36 | NSE SME |
| Kratikal Tech | 30-Jun | 02-Jul | 128-135 | 39.69 | BSE SME |
| Adon Agro Commodities | 29-Jun | 01-Jul | 66-70 | 44.03 | BSE SME |
| Twinkle Papers | 29-Jun | 01-Jul | 64-69 | 27.52 | BSE SME |
| Crazy Snacks | 25-Jun | 30-Jun | 39-42 | 31.47 | BSE SME |
| Sri Priyanka Geo Commex | 24-Jun | 29-Jun | 207-212 | 94.51 | NSE SME |
જૂન મહિનામાં ફાઇલ થયેલા ડીઆરએચપી એક નજરે
જિયો પ્લેટફોર્મ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ મેગા આઇપીઓ યોજવા જઇ રહ્યા છે. તે માટે બન્ને કંપનીઓએ સેબી સમક્ષ ડીઆરએચપી પણ ફાઇલ કરી દીધાં છે. આ બન્ને ઉપરાંત અન્ય નવ કંપનીઓએ પણ સેબી સમક્ષ પેપર્સ ફાઇલ કરી દીધા છે. તેની વિગતો નીચે મુજબ છે.
| Company | Filing Date | IPO Doc |
| Jio Platforms | 19 Jun 2026 | DRHP |
| Varmora Granito | 18 Jun 2026 | DRHP |
| Paras Healthcare | 18 Jun 2026 | DRHP |
| NSE | 18 Jun 2026 | DRHP |
| Caliber Mining | 11 Jun 2026 | DRHP |
| Aastha Spintex | 10 Jun 2026 | DRHP |
| Zepto | 09 Jun 2026 | DRHP |
| Pushp Brand | 04 Jun 2026 | DRHP |
| Laser Power | 03 Jun 2026 | DRHP |
| Arohan Financial | 02 Jun 2026 | DRHP |
| Matangi Rubber | 02 Jun 2026 | DRHP |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
