પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે મેઇનબોર્ડમાં 3 અને એસએમઇમાં 4 IPOની થશે એન્ટ્રી

અમદાવાદ, 22 જૂનઃ હળવી થઇ રહેલી જિયો પોલિટિકલ ક્રાઇસિસના પગલે વર્લ્ડના સ્ટોક એક્સચેન્જીસ, ભારતીય શેરબજારો અને ખાસ કરીને ભારતના પ્રાઇમરી માર્કેટમાં સ્થિતિ સુધરી રહી છે. આ સપ્તાહે મેઇનબોર્ડમાં 3 આઇપીઓની એન્ટ્રી થઇ રહી છે. તો એસએમઇ ખાતે 4 આઇપીઓ આવી રહ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને રિલાયન્સ જિયોના મેગા આઇપીઓની એન્ટ્રીની રાહ જોવાઇ રહી છે. તે જોતાં આગામી દિવસોમાં વધુ સંખ્યામાં આઈપીઓ આવે તેવી ગણતરી સેવાય છે. કારણકે જૂન માસમાં જ 10થી વધુ કંપનીઓ તેમના ડીઆરએચપી ફાઇલ કરી ચૂકી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપની જિયો પ્લેટફોર્મ્સે સિક્યોરિટીઝે એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં પ્રારંભિક જાહેર ઓફર માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે, આ ઓફરમાં 270 મિલિયન ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ શામેલ છે, જે ઇશ્યૂ પછીની શેર મૂડીના આશરે 2.9 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. ચોખ્ખી આવક 27,500 કરોડ રૂપિયાના બાકી દેવાની ચુકવણી અથવા પૂર્વ ચુકવણી કરશે, બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રહેશે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)એ તેના અપેક્ષિત આઇપીઓ માટે બજાર નિયમનકાર સેબીને ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરી દીધું છે. અનલિસ્ટેડ બજારમાં એનએસઇનું મૂલ્યાંકન અંદાજે ₹5 લાખ કરોડ છે. એનએસઇનો આઈપીઓ મુખ્યત્વે OFS સ્વરૂપે હશે જેમાં હાલના રોકાણકારો (જેમ કે બેંકો, વીમા કંપનીઓ અને વિદેશી સંસ્થાઓ) પોતાનો હિસ્સો વેચશે. એક્સચેન્જ પોતે નવા શેર બહાર પાડીને મૂડી એકત્રિત નહીં કરે. ભલે NSE સત્તાવાર રીતે શેરબજારમાં લિસ્ટેડ નથી પરંતુ તેના શેર અનલિસ્ટેડ માર્કેટ અત્યારે સરેરાશ રૂ.1950-2000માં સક્રિય રીતે ટ્રેડ થઇ રહ્યાં છે.

મેઇનબોર્ડ આઇપીઓ કેલેન્ડર એક નજરે

CompanyOpeningClosingPrice (Rs.)Total (Rs.cr.)Listing at
Aastha Spintex29-Jun01-Jul 170BSE, NSE
CSM Technologies24-Jun29-Jun107to 113145.78BSE, NSE
Advit Jewels23-Jun25-Jun130to 138165.16BSE, NSE
Waterways Leisure23-Jun25-Jun769to 808585BSE, NSE
Turtlemint Fintech19-Jun23-Jun144to 152882.67BSE, NSE

એસએમઇ પ્લેટફોર્મ પર 4 આઇપીઓની થશે એન્ટ્રી

એસએમઇ પ્લેટફોર્મ ખાતે આ સપ્તાહે 4 આઇપીઓની એન્ટ્રી થઇ રહી છે. અને 3 આઇપીઓ આજે બંધ થવા જઇ રહ્યા છે. ખુલી રહેલા આઇપીઓમાં શ્રીધર સ્પીનર્સ, ધવલ હાઇબ્રીડ સીડ્સ, શ્રીપ્રિયંકા જિયો, Jivial Industriesનો સમાવેશ થાય છે. જ્યારે 3 આઇપીઓ આ સપ્તાહે બંધ થવા જઇ રહ્યા છે.

CompanyOpeningClosingIssue Price (Rs.)Total (Rs.cr.)Listing at
Atharva Polyplast30-Jun02-Jul  BSE SME
Twinkle Papers29-Jun01-Jul  BSE SME
IC Electricals Co.25-Jun30-Jun  NSE SME
Dhanwel Hybrid Seeds24-Jun29-Jun95to 9926.73BSE SME
Sri Priyanka Geo24-Jun29-Jun207to 21294.51NSE SME
Shreedhar Spinners23-Jun25-Jun51to 5330.68NSE SME
Jivial Industries23-Jun25-Jun19631.99BSE SME
Anubhav Plast19-Jun23-Jun77to 8024BSE SME
Avience Biomedicals18-Jun22-Jun20830.24NSE SME
Riyaasat Lifestyle18-Jun22-Jun102to 10830.77BSE SME

જૂન માસમાં ફાઇલ થયેલા ડીઆરએચપી

Company NameDRHP Filing DateIPO Doc
Paras Healthcare Limited18 Jun 2026DRHP
National Stock Exchange18 Jun 2026DRHP
Caliber Mining11 Jun 2026DRHP
Aastha Spintex10 Jun 2026DRHP
Zepto Limited09 Jun 2026DRHP
Pushp Brand04 Jun 2026DRHP
Matangi Rubber02 Jun 2026DRHP
Arohan Financial02 Jun 2026DRHP
Laser Power01 Jun 2026DRHP