AVMA ખાતે દીપોત્સવની ઉત્સાહભેર ઉજવણી, ‘લર્ન ટુ અર્ન’ના પાઠ શીખતા વિદ્યાર્થીઓ
અમદાવાદ, 20 ઓક્ટોબર:અદાણી વિદ્યામંદિર અમદાવાદ(AVMA) વિદ્યાર્થીઓની સાથો-સાથ વાલીઓમાં પણ ઉદ્યોગસાહસિકતાના ગુણો વિકસાવવાના સ્તુત્ય પ્રયાસો કરી રહ્યું છે. તાજેતરમાં શાળામાં દિવાળી પર્વ પૂર્વે દિવાળી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં વિનામૂલ્યે શિક્ષણ લઈ રહેલા બાળકોના વાલીઓએ પોતાના સ્ટોલ્સ ઉભા કરી ચીજવસ્તુઓનું વેચાણ કર્યું હતું. આ નવતર અભિગમથી વિદ્યાર્થીઓને પણ ઉદ્યોગસાહસિક બનવાની પ્રેરણા મળી હતી. આ…
