AVMA ખાતે દીપોત્સવની ઉત્સાહભેર ઉજવણી, ‘લર્ન ટુ અર્ન’ના પાઠ શીખતા વિદ્યાર્થીઓ
અમદાવાદ, 20 ઓક્ટોબર:અદાણી વિદ્યામંદિર અમદાવાદ(AVMA) વિદ્યાર્થીઓની સાથો-સાથ વાલીઓમાં પણ ઉદ્યોગસાહસિકતાના ગુણો વિકસાવવાના સ્તુત્ય પ્રયાસો કરી રહ્યું છે. તાજેતરમાં શાળામાં દિવાળી પર્વ પૂર્વે દિવાળી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં વિનામૂલ્યે શિક્ષણ લઈ રહેલા બાળકોના વાલીઓએ પોતાના સ્ટોલ્સ ઉભા કરી ચીજવસ્તુઓનું વેચાણ કર્યું હતું. આ નવતર અભિગમથી વિદ્યાર્થીઓને પણ ઉદ્યોગસાહસિક બનવાની પ્રેરણા મળી હતી.
આ વર્ષના દીપોત્સવ દરમિયાન અદાણી વિદ્યામંદિરનું પરિસર માત્ર ઝગમગતા દીવાઓથી જ નહીં પરંતુ તેની દિવાલોમાં પ્રજ્વલિત આશાઓ અને સપનાઓથી પણ રોશન થઈ ગયું. પરંપરા અને પરિવર્તનના અનોખા મિશ્રણ સાથે આ ઉત્સવ શિક્ષણ અને સમુદાયની શક્તિના પુરાવા તરીકે ઉભરી આવ્યો. વિદ્યાર્થીઓ વાલીઓ પાસેથી ‘લર્ન ટુ અર્ન’ ના પાઠ શીખ્યા હતા!
આ દીપોત્સવ એક ઉત્સવ કરતાં વધુ પરિવર્તન, એકતા અને અવનવુ શીખવાની ઉજવણીનો ઉત્સવ હતો. ગુણવત્તાયુક્ત શિક્ષણને આગળ ધપાવતા AVMA અનોખુ યોગદાન આપી રહ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
