MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.478 અને ચાંદીમાં રૂ.734નો ઘટાડો
મુંબઈ, 5 એપ્રિલઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 26 એપ્રિલથી 2 મે સુધીના સપ્તાહ દરમિયાન 68,62,906 સોદાઓમાં કુલ રૂ.7,00,014.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,16,109.45 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 583813.82 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,95,115 સોદાઓમાં રૂ.78,336.15…
