મુંબઇ, 16 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.89,555.26 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12,137.04 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 77403.06 કરોડનો હતો. એક્સચેન્જ પર સોમવાર, 15 એપ્રિલના રોજ મોડી રાત્રિ સુધીના સત્રમાં રૂ.2,92,461.42 કરોડનું ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર નોંધાયું હતું. આ અગાઉ 12 જાન્યુઆરીના રોજ રૂ.2,66,714 કરોડનું ઉચ્ચતમ કામકાજ નોંધાયું હતું. આ સાથે જ ક્રૂડ તેલના ઓપ્શન કોન્ટ્રેક્ટ્સમાં રૂ.2,29,344 કરોડનું રેકોર્ડ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,829ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,927 અને નીચામાં રૂ.72,290ના મથાળે અથડાઈ, રૂ.251 વધી રૂ.72,528ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.349 વધી રૂ.58,900 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.44 વધી રૂ.7,172ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.338 વધી રૂ.72,667ના સ્તરે પહોંચ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.15.15 કરોડનાં કામકાજ

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.83,990ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.84,255 અને નીચામાં રૂ.83,246ના મથાળે અથડાઈ, રૂ.498 ઘટી રૂ.83,353ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.447 ઘટી રૂ.83,261 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.433 ઘટી રૂ.83,257 બોલાઈ રહ્યો હતો.

નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ એપ્રિલ વાયદો રૂ.831.15ના ભાવે ખૂલી, રૂ.5.50 ઘટી રૂ.825.80 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.231.35 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.188ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3.65 ઘટી રૂ.241ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.35 ઘટી રૂ.231.60 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.188.45 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.3.65 ઘટી રૂ.241.20 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલના વાયદામાં રૂ.7નો નોમિનલ ઘટાડો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,191ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,192 અને નીચામાં રૂ.7,094ના મથાળે અથડાઈ, રૂ.7 ઘટી રૂ.7,108 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.4 ઘટી રૂ.7,111 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.142ના ભાવે ખૂલી, રૂ.1.60 વધી રૂ.142.90 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 1.5 વધી 143 બોલાઈ રહ્યો હતો.

કોટન-ખાંડી વાયદામાં રૂ.420ની નરમાઈ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.59,680ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,680 અને નીચામાં રૂ.59,500ના મથાળે અથડાઈ, રૂ.420 ઘટી રૂ.59,500ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.40 ઘટી રૂ.908.20 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.12,137 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 77,403 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,325.22 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.4,248.39 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.734.03 કરોડનાં 17,979 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.914.10 કરોડનાં 65,295 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.274.77 કરોડનાં 4,046 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.32.33 કરોડનાં 630 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.1,057.57 કરોડનાં 5,096 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.563.61 કરોડનાં 8,454 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.2.59 કરોડનાં 9 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.4.33 કરોડનાં 132 લોટનાં કામકાજ થયાં હતાં.