આત્મનિર્ભર ભારત અને અમૃતકાળ માટે ઇન્ટિલેક્ટ્યૂઅલ પ્રોપર્ટી મહત્વપૂર્ણઃ ઉન્નત પંડિત
અમદાવાદ, 26 એપ્રિલ: આજે વર્લ્ડ આઇપી ડે છે અને આ વર્ષની થીમ “આઇપી એન્ડ એસડીજીઃ બિલ્ડિંગ અવર કોમન ફ્યુચર વીથ ઇનોવેશન એન્ડ ક્રિએટિવિટી” છે. વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ એસડીજી માટે કામ કરી રહી છે તેમ છતાં દરેક લક્ષ્યમાં 12-15 ટકા જેટલી જ વૃદ્ધિ હાંસલ થઇ શકી છે. આપણે એસડીજીમાંથી અપેક્ષિત પરિણામો મેળવવા માટે ટેક્નોલોજી, ઇનોવેશન અને રચનાત્મકતા સાથે ઉકેલોની શોધ કરીએ તે ખૂબજ જરૂરી છે. આઇપી અને ઇનોવેશન રચનાત્મકતાને પ્રોત્સાહન આપવામાં, આર્થિક…
