અમદાવાદમાં યોજાશે ‘Engitech Expo 2026’: ઔદ્યોગિક ક્રાંતિ અને ટેક્નોલોજીનો મહાકુંભ

અમદાવાદ, 20 નવેમ્બર: ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા અને આધુનિક ટેક્નોલોજીના આદાન-પ્રદાન માટે આગામી તારીખ ૨૦ થી ૨૩ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન અમદાવાદના જાણીતા જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ (હેલ્મેટ સર્કલ પાસે, વસ્ત્રાપુર) ખાતે ‘Engitech Expo 2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભાજપના અગ્રણી નેતા પ્રશાંત કોરાટ તથા અન્ય મહાનુભાવોની હાજરમાં કરવામાં આવ્યું હતું. આ મલ્ટી-કેટેગરી ઇન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશન (ઔદ્યોગિક પ્રદર્શન) દેશ-વિદેશના ઉદ્યોગસાહસિકો, ટેક્નોલોજી પ્રેમીઓ અને વેપારીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. 240થી વધુ એમએસએમઇ આ પ્રદર્શનમાં ભાગ લઇ રહ્યા છે. તે પૈકી 50 ટકા કંપનીઓ માત્ર ગુજરાતમાંથી આવી રહી છે. આયોજકોના જણાવ્યા અનુસાર આવાં જ પ્રદર્શન ભવિષ્યમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજકોટ ખાતે પણ યોજવામાં આવી રહ્યા છે.

આ એક્સ્પો અંગેની વિસ્તૃત વિગતો અને આયોજનની માહિતી આપવા માટે તારીખ ૨૦ નવેમ્બર, ૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

એન્જીએક્સપો અમદાવાદ 2026 એ એક અનોખું B2B અને B2C ઔદ્યોગિક પ્રદર્શન છે, જે વ્યવસાયિક વ્યાવસાયિકો અને ઔદ્યોગિક ખરીદદારો બંનેને નવીનતમ તકનીકો અને નવીન ઉકેલો શોધવાની મંજૂરી આપે છે. આ કાર્યક્રમ ગુજરાત અને ભારતભરના ફેક્ટરી માલિકો, પ્લાન્ટ હેડ્સ, એન્જિનિયરો, MSMEs, OEMs, કોન્ટ્રાક્ટરો, વેપારીઓ, વિતરકો અને ઉદ્યોગસાહસિકોને આકર્ષે છે.

આ પ્રદર્શન ગુજરાત ઔદ્યોગિક બજારમાં નિર્ણય લેનારાઓ સાથે સીધી ક્રિયાપ્રતિક્રિયા, લાઇવ મશીનરી પ્રદર્શનો, નેટવર્કિંગ તકો અને મજબૂત બ્રાન્ડ દૃશ્યતા પ્રદાન કરે છે. આ એક B2B અને B2C ઔદ્યોગિક પ્રદર્શન છે.

એક્ઝિબિશનની મુખ્ય વિશેષતાઓ:

વૈવિધ્યસભર પ્રદર્શન: મશીનરી, ઔદ્યોગિક ઓટોમેશન, રોબોટિક્સ, ઇલેક્ટ્રિકલ, પાવર અને હેન્ડ ટુલ્સ, કન્સ્ટ્રક્શન, મટીરિયલ હેન્ડલિંગ વગેરે જેવા અનેક ક્ષેત્રોનું વિશાળ પ્રદર્શન.

નવા માર્કેટની તકો: ‘Unlocking New Market Opportunities’ (બજારની નવી તકો ખોલવી) ના સૂત્ર સાથે આ એક્સ્પો ઉદ્યોગો માટે B2B જોડાણો અને નેટવર્કિંગ માટેનું મોટું પ્લેટફોર્મ બનશે.

વિશાળ સહભાગીતા: સેંકડો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ તેમના ઇનોવેશન્સ અને ટેક્નોલોજીનું જીવંત નિદર્શન (Live Demo) કરશે.

આયોજક: શ્રી કોમ્યુનિકેશન (Shree Communication)

તારીખ: ૨૦ થી ૨૩ નવેમ્બર, ૨૦૨૬

સ્થળ: જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ, હેલ્મેટ સર્કલ પાસે, અમદાવાદ, ગુજરાત – ૩૮૦૦૫૨

વેબસાઇટ: www.engitechexpo.com

સૌર અને નવીનીકરણીય ઉર્જા, હાઇડ્રોલિક્સ, ન્યુમેટિક્સ, મોટર્સ, ગિયર્સ અને ડ્રાઇવ્સ.વૈશ્વિક નવીનતાઓ, એન્જિનિયરિંગ સફળતાઓ અને ભવિષ્ય માટે તૈયાર ઔદ્યોગિક ઉકેલો
ઔદ્યોગિક સાધનો અને ટેકનોલોજીના લાઇવ ઉત્પાદન પ્રદર્શનો.સીઈઓ, સ્થાપકો, રોકાણકારો, એન્જિનિયરો અને ટેકનોલોજી વ્યાવસાયિકો સાથે નેટવર્કિંગની તકો.
મશીન ટૂલ્સ, સીએનસી, વીએમસી, એચએમસી અને મશીન ટૂલ એસેસરીઝ.રોબોટિક્સ, ઓટોમેશન, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી.
પેકેજિંગ મશીનરી, વેલ્ડીંગ સાધનો, કટીંગ ટૂલ્સ, એબ્રેસિવ્સ અને ફાસ્ટનર્સ.મટીરીયલ હેન્ડલિંગ, બાંધકામ, પાવર ટૂલ્સ અને ઔદ્યોગિક સલામતી ઉકેલો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)