Stock Market: શેરબજારમાં આ સપ્તાહે બેરિશ ટ્રેન્ડ, Sensex 1829, Nifty 518 પોઈન્ટ તૂટ્યો
અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ શેરબજાર માટે આ સપ્તાહે હેવી પ્રોફિટ બુકિંગના કારણે મંદીનું જોર જોવા મળ્યુ હતું. સેન્સેક્સ સપ્તાહના અંતે 1829.48 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 518.10 પોઈન્ટના કડાકા સાથે 20000ની સપાટી ગુમાવી હતી. આ સાથે રોકાણકારોએ સપ્તાહ દરમિયાન કુલ 5.63 લાખ કરોડનું નુકસાન ભોગવ્યું છે. સેન્સેક્સ આજે સતત ચોથા સેશનમાં રેડઝોનમાં 221.09 પોઈન્ટ તૂટી 66009.15 પર બંધ…
