અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ શેરબજાર માટે આ સપ્તાહે હેવી પ્રોફિટ બુકિંગના કારણે મંદીનું જોર જોવા મળ્યુ હતું. સેન્સેક્સ સપ્તાહના અંતે 1829.48 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 518.10 પોઈન્ટના કડાકા સાથે 20000ની સપાટી ગુમાવી હતી. આ સાથે રોકાણકારોએ સપ્તાહ દરમિયાન કુલ 5.63 લાખ કરોડનું નુકસાન ભોગવ્યું છે.

સેન્સેક્સ આજે સતત ચોથા સેશનમાં રેડઝોનમાં 221.09 પોઈન્ટ તૂટી 66009.15 પર બંધ રહ્યો હતો. નિફ્ટીએ 68.10 પોઈન્ટ તૂટી 19674.25 પર બંધ આપ્યું હતું. ઓવરઓલ માર્કેટ બ્રેડ્થ નેગેટીવ રહી હતી.

ખરાબ માહોલમાં પણ પીએસયુ શેરો ટોપ ગેઈનર રહ્યાં

શેરબજારમાં વેચવાલીના પ્રેશર વચ્ચે પણ પીએસયુ શેરોએ આકર્ષક પ્રદર્શન આપ્યા છે. આજે પણ હુડકો, એસબીઆઈ, બેન્ક ઓફ બરોડા, આઈટીઆઈ સહિતના શેરોમાં વોલ્યૂમ વધુ રહેતાં એસએન્ડપી બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ 105 પોઈન્ટ સુધર્યો હતો. ખાસ કરીને સરકારી બેન્કોના શેરોમાં ઉછાળો નોંધાતા પોઝિટીવ સેન્ટિમેન્ટ જોવા મળ્યા હતા.

ટોપ ગેઈનર્સ

સ્ક્રિપ્સબંધઉછાળો
HUDCO86.0219.08%
ITI190.8510.00%
Central Bank Of India50.868.40%
Union Bank101.835.64%
Canara Bank382.855.12%
KIOCL335.655.10%
RVNL166.855.00%

નિફ્ટી માટે 19600ની સપાટી અતિ મહત્વની

સપ્તાહ દરમિયાન શેરબજારમાં સતત વેચવાલીનું પ્રેશર રહેતાં નિફ્ટી તેના ઓલટાઈમ હાઈથી 2.80 ટકા ઘટ્યો છે. વર્તમાન કરેક્શનના પગલે તે તેની 21 દિવસીય EMA (એક્સપોન્શલ મુવિંગ એવરેજ)થી ઘટ્યો છે. જે બેરિશ સેન્ટિમેન્ટ દર્શાવે છે. નિફ્ટીમાં સપોર્ટ 19600 અને રેઝિસ્ટન્સ લેવલ 19800 છે. જો 19600ની સપાટી તોડે તો મંદી જોર પકડશે. પરંતુ જો આગામી સપ્તાહે નિફ્ટી 20000 પોઇન્ટની સપાટી ફરી હાંસલ કરે તો મંદીના વેપારથી દૂર રહેવાની સલાહ છે. – રૂપક દે, સિનિયર ટેક્નિકલ એનાલિસ્ટ, એલકેપી સિક્યુરિટીઝ

બેન્ક નિફ્ટીમાં મંદી

બેન્ક નિફ્ટી નોંધનીય ડબલ ટોપ બ્રેકડાઉન પેટર્ન જોવા મળી રહી છે. જે મંદી દર્શાવે છે. એચડીએફસી બેન્કના શેરમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગના પગલે 20 દિવસની મુવિંગ એવરેજ 45000ની સપાટી તૂટી છે. શોર્ટ ટર્મ સુધારો જોવા મળે તો પણ વલણ મંદીનું રહેશે. જેથી રોકાણકારોને ઉંચા ભાવે વેચવાલી કરવા સલાહ છે.જેની સપોર્ટ રેન્જ 44500-44400 રહેશે. – કુણાલ શાહ, સિનિયર ટેક્નિકલ એન્ડ ડેરિવેટિવ્ઝ એનાલિસ્ટ, એલકેપી સિક્યુરિટીઝ.