PM-KUSUM યોજના હેઠળ ના.વ. 2023માં રૂ. 7.83 કરોડથી ના.વ. 2026માં રૂ. 230.42 કરોડનો જંગી ઉછાળો
અમદાવાદ, 18 ડિસેમ્બર: ગુજરાતમાં 2022-23 પછીના છેલ્લાં ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં 2843% નો જંગી વધારો જોવા મળ્યો છે. તદુપરાંત, અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 2,28,504 ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ માહિતી નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈકે 16…
