PM-KUSUM યોજના હેઠળ ના.વ. 2023માં રૂ. 7.83 કરોડથી ના.વ. 2026માં રૂ. 230.42 કરોડનો જંગી ઉછાળો

અમદાવાદ, 18 ડિસેમ્બર: ગુજરાતમાં 2022-23 પછીના છેલ્લાં ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં 2843% નો જંગી વધારો જોવા મળ્યો છે. તદુપરાંત, અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 2,28,504 ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ માહિતી નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા અને ઉર્જા રાજ્ય મંત્રી  શ્રીપદ યેસો નાઈકે 16 ડિસેમ્બર, 2025 ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી.

પીએમ-કુસુમ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂ. 6392.98 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં 2022-23માં રૂ. 801.36 કરોડ, 2023-24માં રૂ. 996.33 કરોડ, 2024-25માં રૂ. 2564.14 કરોડ અને 2025-26માં (30 નવેમ્બર 2025 સુધી) રૂ. 2031.15 કરોડનો સમાવેશ થાય છે. આ જ સમયગાળામાં ગુજરાતને કુલ રૂ. 326.92 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં 2022-23માં રૂ. 7.83 કરોડ, 2023-24માં રૂ. 28.71 કરોડ, 2024-25માં રૂ. 59.95 કરોડ અને 2025-26માં રૂ. 230.42 કરોડનો સમાવેશ થાય છે.

વર્ષે હેક્ટર દીઠ રૂ. 80,000 સુધીની કમાણી કરી શકે છે. ઘટક-A હેઠળ કાર્યરત થયેલા પ્લાન્ટ્સ માટે સરેરાશ મધ્યમ આવક પ્રતિ મેગાવોટ મહિને રૂ. 4.5 લાખ છે.પ્રતિ દિવસ 4.6 લિટર (૫ હોર્સપાવરના પંપ માટે)ના વપરાશ અને ડીઝલના આશરે રૂ. 87/લિટરના વર્તમાન ભાવને ધ્યાનમાં લેતાં, ખેડૂત એક વર્ષ કરતા ઓછા સમયમાં ખર્ચ વસૂલ કરી શકે છે. જેના પરિણામે ખેડૂતોને ડીઝલ ખર્ચમાં વાર્ષિક ઓછામાં ઓછા રૂ. 60,000 ની બચત થાય છે. ઘટક-C હેઠળ ખેડૂતો સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે જમીન ભાડે આપીને એકરે વાર્ષિક રૂ. 25,000 કમાઈ શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)