રિલાયન્સ જિયોનો Q1 નફો 12% વધી 4863 કરોડ, આવક 10% વધી
અમદાવાદ, 21 જુલાઇઃ રિલાયન્સ જિયોએ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં આકર્ષક પરિણામો હાંસલ કર્યા છે. ત્રિમાસિક આંકડાઓ અનુસાર, કંપનીના ચોખ્ખા નફામાં 12 ટકાનો વધારો થયો છે. જ્યારે આવકમાં પણ 10 ટકાનો ઉછાળો નોંધાયો છે. મુકેશ અંબાણીની દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની Reliance Jioએ જૂન 2023ના રોજ પૂરા થતા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. જૂન ક્વાર્ટરના ડેટા અનુસાર, કંપનીનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 12% વધીને રૂ. 4,863 કરોડ…
