મુંબઈ, 4 જુલાઈ: જ્યારે ભારત પરિવર્તનશીલ જિયો ટ્રુ 5G નેટવર્ક સાથે એક તરફ 5G ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે, ત્યારે સમાજનો એક વર્ગ એવો છે જે સંપૂર્ણ રીતે ડિજિટલ ટેક્નોલોજીનો લાભ ઉઠાવવામાં અસમર્થ છે. ભારતમાં હજુ પણ 25 કરોડ લોકો 2G યુગમાં ફીચર ફોન સાથે ફસાયેલા છે. આ ફીચર ફોન ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતી નથી, ખાસ કરીને એવા સમયે જ્યારે ટેક્નોલોજીનો ઉપયોગ એ એક આવશ્યકતા છે જે વ્યક્તિની આજીવિકા અને આર્થિક સુખાકારીને પણ ઉત્તેજન આપે છે. અન્ય ટેલિકોમ ઓપરેટરો કનેક્ટેડ રહેવા માટે લઘુત્તમ કિંમતમાં બે ગણાથી વધુ વધારો કરી રહ્યા છે તેની સાથે આ ફીચર ફોન વપરાશકર્તાઓ માટે આ ડિજિટલ અશક્તીકરણ અને અસમાનતા છેલ્લા કેટલાક સમયથી વધુ ખરાબ વિકટ બન્યા છે. 30 દિવસના સમયગાળા માટે મૂળભૂત વૉઇસ સેવાઓ પણ, જેની કિંમત પહેલા ₹99 હતી, હવે તેની કિંમત ₹199 છે. આ સેગમેન્ટના ગ્રાહકો સ્માર્ટફોન ખરીદી શકવા અસમર્થ હોવાથી ઓપરેટર્સ આ સેગમેન્ટનો સૌથી વધુ કસ કાઢી રહ્યા છે. આવા ગ્રાહકો માત્ર ઊંચી કિંમતોના જ સામનો નથી કરી રહ્યા પરંતુ તેઓ ડિજિટલ સેવાઓથી પણ વંચિત છે.

જિયો ભારત ફોન પ્લેટફોર્મ સાથે જિયોએ 2જી-મુક્ત ભારત વિઝનને વેગવંતુ બનાવ્યું

  • ડિવાઇસ અને નેટવર્ક ક્ષમતા વાળા જિયો ભારત પ્લેટફોર્મથી એન્ટ્રી-લેવલના ફોન પર ઇન્ટરનેટની સેવાઓ આપી શકાય છે
  • રિલાયન્સ રિટેલ ઉપરાંત, અન્ય ફોન બ્રાન્ડ્સ (કાર્બનથી શરૂ કરીને) અન્ય બ્રાન્ડ્સ ‘જિયો ભારત ફોન’ બનાવવા માટે ‘જિયો ભારત પ્લેટફોર્મ’ અપનાવી રહ્યા છે
  • પ્રથમ એક મિલિયન જિયો ભારત ફોન માટે બીટા ટ્રાયલ 7મી જુલાઈ 2023થી શરૂ થશે
  • લાખો ફીચર ફોન વપરાશકર્તાઓને અપગ્રેડ કરવા માટે પ્લેટફોર્મ અને પ્રોસેસીસનો વ્યાપ વિસ્તાર સુનિશ્ચિત થશે
  • બીટા ટ્રાયલનો વ્યાપ 6500 તાલુકાઓ પહોંચશે
  • માત્ર ₹ 999માં, ઇન્ટરનેટ-સક્ષમ ફોન માટે સૌથી ઓછી પ્રારંભિક કિંમત
  • 30% સસ્તો માસિક પ્લાન અને અન્ય ઓપરેટર્સના ફીચર ફોનની કિંમતોની સરખામણીમાં સાત ગણો વધુ ડેટા
  • અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને 14 જીબી ડેટા માટે દર મહિને ₹123, વૉઇસ કૉલ્સ અને 2GB ડેટા માટે અન્ય ઑપરેટરના ₹179ના પ્લાનની સરખામણીમાં

આ પ્રસંગે રિલાયન્સ જિયોના ચેરમેન શ્રી આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં આજે પણ એવા 250 મિલિયન મોબાઈલ ફોન યુઝર્સ છે કે જેઓ 2જીના યુગમાં જ ‘સપડાયેલા’ છે, જેઓ એવા સમયે પણ ઈન્ટરનેટના પાયાગત ફીચર્સને પ્રાપ્ત નથી કરી શકતા જ્યારે કે દુનિયા 5જીના ક્રાંતિકારી યુગમાં પહોંચી ચૂકી છે. આજથી 6 વર્ષ અગાઉ, જિયો લોંચ કરાયું હતું ત્યારે, અમે એ બાબત સ્પષ્ટ કરી દીધી હતી કે, જિયો ઈન્ટરનેટને સર્વવ્યાપી બનાવીને દરેક ભારતીય સુધી ટેકનોલોજીનો લાભ પહોંચાડવામાં કોઈ કસર બાકી નહીં રાખે.