પ્રથમ વખત વાર્ષિક EBITDA રૂ. 1,50,000 કરોડના સિમાચિહ્ન પાર

કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 74,088 કરોડ (9.0 બિલિયન ડોલર), વાર્ષિક 14.0 %ની વૃધ્ધિ

વિક્રમી ત્રિમાસિક કોન્સોલિડેટેડ EBITDA  રૂ. 41,389 કરોડ, વાર્ષિક 21.8%ની વૃધ્ધિ

જિયોએ 2300 કરતાં વધારે શહેરો/નગરોમાં 5જી કવરેજ પૂરું પાડીને અગ્રણી તરીકેનું સ્થાન મજબૂત કર્યું

રિલાયન્સ રીટેલે 3,300 નવા સ્ટોર સાથે કુલ વિસ્તાર 65.6 મિલિયન ચોરસ ફૂટ સુધી વિસ્તાર્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો Q4 નફો 19 ટકા વધી રૂ. 21327 કરોડ

મુંબઈ, 21 એપ્રિલઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 19%નો વધારો નોંધાવ્યો હતો. માર્ચ ત્રિમાસિકમાં રૂ. 21,327 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 2% વધીને રૂ. 2.39 લાખ કરોડ થઈ છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે એ વાતની નોંધ લેતા આનંદ થાય છે કે, ડિજિટલ કનેક્ટીવિટી અને ઓર્ગેનાઈઝ રિટેલમાં રિલાયન્સની નવતર પહેલો અર્થતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવાની સાથે ભારતના વિશ્વના સૌથી વધુ ઝડપથી ઊભરતા અર્થતંત્રોમાંના એક બનવામાં યોગદાન આપી રહી છે.

જિયોએ દેશભરમાં લાખો નાગરિકોને ડિજિટલી સશક્ત બનાવવાનું જારી રાખ્યું છે, અને 6 મહિનાના ટૂંકા ગાળામાં જ 2,300+ શહેરો અને નગરોમાં ખરા અર્થમાં 5Gની પહોંચ વિસ્તારી છે. મોબિલિટી અને FTTH સબસ્ક્રાઈબર બેઝમાં સ્થિર વૃદ્ધિ થકી તેમજ કન્ટેન્ટ તથા ડિજિટલ સેવાઓના બુકેને વિસ્તારીને, જિયોના વ્યાપારે ઓપરેટિંગ નફામાં પ્રભાવશાળી વૃદ્ધિ પૂરી પાડવાનું જારી રાખ્યું છે.

O2C સેગમેન્ટે વૈશ્વિક અનિશ્ચિતતાઓ તેમજ કોમોડિટી ટ્રેડ ફ્લોમાં વિક્ષેપ વચ્ચે પણ તેનો સર્વોચ્ચ એવો ઓપરેટિંગ નફો નોંધાવ્યો છે. અમારા ઓઈલ એન્ડ ગેસ સેગમેન્ટે પણ અત્યંત મજબૂત વૃદ્ધિ પૂરી પાડી છે અને હવે તે ભારતના ઘરેલુ ગેસ વપરાશમાં આશરે 30% જેટલું યોગદાન આપવા સજ્જ છે. આ વર્ષે અમે અમારી ફાયનાન્સિયલ સર્વિસ પાંખને ડિમર્જ કરીને નવા એકમ “જિયો ફાયનાન્સિયલ સર્વિસીઝ લિ.”ને લિસ્ટ કરવા માગીએ છીએ. આનાથી અમારા શેરધારકોને આરંભથી જ વૃદ્ધિ માટેના એક રોમાંચકારી નવા પ્લેટફોર્મમાં સહભાગી થવાની તક પ્રાપ્ત થશે.

રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન, આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે, જિયોએ અમલીકરણની અતુલ્ય ગતિ સાથે દેશભરમાં 5G લાગુ કરવામાં હરણફાળ ભરી છે. જિયો ટેઈલરમેડ ટેકનોલોજી વડે ખૂબ ઝડપી ડિજિટલ સમુદાયના નિર્માણ માટે કટિબદ્ધ છે જે તમામ શેરધારકો માટે આવક અને મૂલ્યમાં સાતત્યપૂર્ણ વૃદ્ધિને જારી રાખશે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા એમ. અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ રિટેલમાં અમે ઈકોસિસ્ટમમાં વિવિધ હિતધારકો અને અમારા બિઝનેસ માટે સાતત્યપૂર્ણ વૃદ્ધિને જાળવી રાખવા પ્રતિબદ્ધ છીએ. ટેક્નોલોજી, ઇનોવેશન અને નવા બિઝનેસ સેગમેન્ટમાં રોકાણો દ્વારા અમારી ગ્રાહક-કેન્દ્રિત એકાગ્રતાએ અમને ઓપરેશનલ એક્સલન્સનું સર્જન કરવામાં તેમજ ભારતના રિટેલ ક્ષેત્રના પરિવર્તનની દોરવણી કરવામાં મદદ કરી છે.

જિયો પ્લેટફોર્મ્સની કોન્સોલિડેટેડ આવકો 14.3 ટકા વધી રૂ. 29871 કરોડ

રિલાયન્સ રીટેલની ત્રિમાસિક આવકો 19.4 ટકા વધી રૂ. 69267 કરોડ

વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 4,914 કરોડ, 32.6%ની વૃધ્ધિ

તમામ ફોર્મેટ્સમાં સૌથી વધુ ફૂટફોલ 219 મિલિયન, 966 નવા સ્ટોરનો પ્રારંભ

રિલાયન્સ રીટેલની ત્રિમાસિક આવકો 19.4 ટકા વધી રૂ. 69267 કરોડ

વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 4,914 કરોડ, 32.6%ની વૃધ્ધિ

તમામ ફોર્મેટ્સમાં સૌથી વધુ ફૂટફોલ 219 મિલિયન, 966 નવા સ્ટોરનો પ્રારંભ