જુસ્સો, નિષ્ઠા, પ્રતીતિ, પ્રતિબદ્ધતા – ચાર શબ્દો તમારું જીવન બદલી શકે છે.- એ. એમ. નાઇક

મુંબઈ, 20 મે: ધીરજ અને નિશ્ચય, જુસ્સો અને સ્થિતિસ્થાપકતાની આ શક્તિશાળી વાર્તા, A.M. Naik: The Man Who Built Tomorrow “એ. એમ. નાઇક: એ માણસ જેણે ભવિષ્યનું નિર્માણ કર્યું” પુસ્તકમાં લીડરની પાછળ રહેલી વ્યક્તિ અને બિઝનેસથી માંડીને ઇન્ડસ્ટ્રીથી માંડીને રાષ્ટ્રનિર્માણ અને સખાવતી કાર્યો જેવા અનેક ક્ષેત્રે સક્રિય છે તેના પર એક દુર્લભ દ્રષ્ટિ કરે છે. જીવનમાં ધ્યેય પ્રાપ્ત થાય કે તરત જ આગલા ગોલપોસ્ટ તરફ ચાલવાનું શરૂ કરવું એવો જીવન ધ્યેય ધરાવતા માણસનું હવે પછીનું કદમ શું છે? અંગે વિસ્તૃત માહિતી છે. પુસ્તક અંગે લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એમીરેટ્સ એ. એમ. નાઇક કહે છે “હું હંમેશા મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું રાષ્ટ્ર, ઉદ્યોગ અને સમાજની સેવા કરી શકું તેવી સ્થિતિમાં છું અને એક નવા ભવિષ્યનું નિર્માણ કરવા માટે મારા તરફથી પ્રયાસ કરી રહ્યો છું. એક નાનકડા ગામથી વ્યાપારની દુનિયા સુધીની આ સફરમાંથી મળેલી શીખ વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે ઉપયોગી સાબિત થાય તો મને ખૂબ આનંદ થશે.”

પ્રિયા કુમારે જણાવ્યું હતું કે “એ. એમ. નાઇક આંતરદ્રષ્ટિ અને પ્રેરણાની યુનિવર્સિટી છે. આ પુસ્તક લખવું તે મારા માટે વ્યવયાસિક ઉત્ક્રાંતિની સફર સમાન રહી છે અને હું આશા રાખું છું કે તે મારા વાંચકોને પણ એવી જ પ્રેરણા આપશે.”

જયરામ એન. મેનને જણાવ્યું હતું કે “સૌ કોઈ જાણે છે કે પુસ્તકો વાંચવાથી જ્ઞાન વધે છે. મને જ્ઞાત થયું કે લખવાથી તેનાથી પણ વધુ જ્ઞાન મળે છે. આ પુસ્તક લખીને મને એક પાઠ ભણવા મળ્યો છે કે મેં અગાઉ જે પણ સ્વપ્ન જોયા છે તેના કરતાં પણ મોટું સ્વપ્ન કેવી રીતે જોવું.”

હાર્પરકોલિન્સના એસોસિયેટ પબ્લિશર સચિન શર્માએ જણાવ્યું હતું કે “એ. એમ. નાઇકનું ઉદાહરણીય જીવન એ બાબતની સાબિતી છે કે કઠોર પરિશ્રમ અને જુસ્સાથી પહાડ પણ ખસેડી શકાય છે. એલએન્ડટી અને તેના પ્રેરણાત્મક શિલ્પીની સાફલ્ય ગાથા વિશે સૌ કોઈ વાકેફ છે ત્યારે પ્રિયા કુમાર અને જયરામ મેનને લીડરની હૃદયની અને મનની વાતો બહાર લાવીને અદ્ભુત કાર્ય કર્યું છે.”

એ. એમ. નાઇકની પ્રશંસામાં કોર્પોરેટ માંધાતાના અભિપ્રાયોઃ એ માણસ જેણે ભવિષ્યનું નિર્માણ કર્યું

‘એ. એમ. નાઇક એવા જૂજ લોકોમાંના એક છે જેઓ વિઝન અને એક્ઝિક્યુશન બંને ધરાવે છે. મને વિશ્વાસ છે કે ભારતના યુવાનો, ખાસ કરીને ઊભરતા ઉદ્યોગસાહસિકો જેઓ સ્થાયી વારસો બનાવવાના બિઝનેસમાં છે, તેઓ એ. એમ. નાઇક અને આ પુસ્તકમાંથી ઘણુંબધું શીખશે અને પ્રેરણા મેળવશે.’- મુકેશ અંબાણી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

‘શ્રેષ્ઠ વ્યવસાયિકો તેમના તમામ પ્રયત્નો દ્વારા મૂલ્ય ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સ્પષ્ટ છે કે એ. એમ. નાઇક ​​આવા વ્યવસાયિક તરીકેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન, નાઇકે તેમણે હાથ ધરેલ દરેક કામમાં મૂલ્ય ઉમેરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.’  – અઝીમ પ્રેમજી, ફાઉન્ડર-ચેરમેન, વિપ્રો

‘એ એમ નાઇક જેવા જૂજ લોકો જ છે જેઓ આટલા ગર્વથી ભારતનો ધ્વજ વહન કરે છે. જેઓ તેમને સારી રીતે ઓળખતા નથી તેમના માટે આ જીવનચરિત્ર તેમના જીવન અને તેમણે કરેલા નોંધપાત્ર કાર્યની ઝલક પૂરી પાડે છે.’ – દીપક પારેખ, ભૂતપૂર્વ ચેરમેન, એચડીએફસી

Email: vinay.rajani@larsentoubro.com, svati.maddur@larsentoubro.com