વેદાંતાએ BSE અને NSE ઉપર 4 સ્વતંત્ર કંપનીઓ લિસ્ટ કરી

મુંબઇ, 16 જૂન, 2026: વેદાંતા ગ્રૂપે ચાર નવી ડિમર્જ કંપનીઓને BSE અને NSE ઉપર લિસ્ટ કરીને તેના ઇતિહાસમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ અભૂતપૂર્વ લિસ્ટિંગથી ક્રિટિકલ મિનરલ્સ, એલ્યુમિનિયમ, ઓઇલ અને ગેસ, પાવર, આયર્ન અને સ્ટીલ સેક્ટરસમાં વિશ્વસ્કરીય બિઝનેસના પોર્ટફોલિયોની રચના કરે છે.

વેદાંતા એલ્યુમિનિયમ, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ, વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ તથા વેદાંતા પાવરનું લિસ્ટિંગ વેલ્યુ અનલોક કરવા, બિઝનેસનું ફોકસ વધુ સ્પષ્ટ કરવા અને સેક્ટર લીડર્સ તૈયાર કરવા માટે ડિઝાઇન કરાયેલા વ્યૂહાત્મક પરિવર્તન સૂચવે છએ કે જે વૈશ્વિક ઇકોનોમિક અને મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ તરીકે ભારતના ઉદભવ સાથે એકીકૃત છે. આ નવી લિસ્ટેડ કંપનીઓમાં ટ્રેડિંગ આજથી ગ્રૂપની ફ્લેગશીપ લિસ્ટેડ કંપની વેદાંતા લિમિટેડ સાથે શરૂ થયું છે, જે હિંદુસ્તાન ઝિંક દ્વારા સંચાલિત પ્રમુખ કંપની છે તથા ક્રિટિકલ મિનરલ્સ બિઝનેસમાં વૈશ્વિક સ્તરે નોંધપાત્ર પોર્ટફોલિયો ધરાવે છે.

આ લિસ્ટિંગ સમારોહમાં વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, “વેદાંતા ગ્રૂપ માટે આજનો દિવસ ઐતિહાસિક છે અને મારા માટે ખૂબજ ભાવનાત્મક ક્ષણ છે. 24 વર્ષ પહેલાં વેદાંતા લંડન સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટ થનારી પ્રથમ ભારતીય કંપની બની હતી અને ત્યારબાદ FTSE 100 કંપની બની હતી. અમે જે મહેનત કરી હતી તેના આજે સારા ફળ મળ્યાં છે. તેના અંતર્ગત અમે જે પ્રકારે કંપનીનો વિકાસ કર્યો છે, તે હવે પ્રમુખ ક્ષેત્રોમાં અગ્રેસર બની છે તેમજ ભારતની વૃદ્ધિ અને આત્મ-નિર્ભરતાની મહાત્વાકાંક્ષાઓમાં નોંધપાત્ર યોગદાન આપે છે. મને ખુશી છે કે લંડનમાં જે બીજનું વાવેતર થયું હતું અને હવે અભૂતપૂર્વ વિકાસનો આગામી તબક્કો અહીં મુંબઇમાં શરૂ થઇ રહ્યો છે. આ શહેરમાં મારા બિઝનેસની સફર શરૂ થઇ હતી.

આ સફરમાં અમે અમારા હીતધારકો પ્રત્યે કટીબદ્ધ રહ્યાં છીએ. છેલ્લાં પાંચ વર્ષમાં અમે 300 ટકાથી વધુ કુલ શેરહોલ્ડર રિટર્ન ડિલિવર કર્યું છે, જે નિફ્ટીના રિટર્ન કરતાં લગભગ પાંચ ગણું છે તેમજ 70 ટકાથી વધુ ડિવિડન્ડ યિલ્ડ આપ્યું છે.

વેદાંત એલ્યુમિનિયમ (BSE: 544780 & NSE: VAML) – વૈશ્વિક એલ્યુમિનિયમ ચેમ્પિયનનું નિર્માણ

વેદાંતા એલ્યુમિનિયમે ભારતના સૌથી મોટા એલ્યુમિનિયમ ઉત્પાદક અને ચીનની બહાર વિશ્વના ત્રીજા સૌથી મોટી કંપની તરીકે તેની સ્વતંત્ર સફર શરૂ કરી છે. તે ઓડિશાના ઝારસુગુડા ખાતે વિશ્વના સૌથી મોટા એલ્યુમિનિયમ સ્મેલ્ટર દ્વારા સ્થાપિત છે. બાલ્કો ખાતે માત્ર 1 લાખ ટન ઉત્પાદનથી શરૂ થયેલી કંપની હવે વાર્ષિક 30 લાખ ટનનો વ્યવસાય બની ગઈ છે, જે વેદાંતાને વિશ્વના સૌથી મોટા અને સૌથી ઓછા ખર્ચવાળા એલ્યુમિનિયમ ઉત્પાદકો પૈકીના એક બનાવે છે. કંપની આગામી ત્રણ વર્ષમાં ક્ષમતા બમણી કરીને 60 લાખ ટન પ્રતિ વર્ષ કરવાની યોજના ધરાવે છે.

વેદાંતા ઓઇલ એન્ડ ગેસ (BSE: 382914 અને NSE: VOGL) – ભારતની ઉર્જા સુરક્ષાને બળ આપે છે

વેદાંત ઓઇલ એન્ડ ગેસ ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના તેલ અને ગેસ ઉત્પાદક અને દેશના સૌથી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઉર્જા વ્યવસાયોમાંના એક તરીકે બજારમાં પ્રવેશે છે. આગામી દાયકામાં વૈશ્વિક સ્તરે હાઇડ્રોકાર્બન માગમાં ભારતની કેટલીક મજબૂત વૃદ્ધિની અપેક્ષા સાથે કંપની રાષ્ટ્રની એનર્જી સિક્યુરિટીની મહત્વાકાંક્ષાઓને ટેકો આપવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે અનન્ય રીતે સ્થિત છે. ડેટ-ફ્રી બેલેન્સ શીટ સાથે વૃદ્ધિના તેના આગલા તબક્કામાં પ્રવેશ કરીને, કંપની નોંધપાત્ર ઓપરેશનલ સ્કેલ અને સંસાધન સંભવિતતા સાથે નાણાકીય શક્તિને જોડે છે. વેદાંતા વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ખર્ચે ઉત્પાદનને 500,000 બેરલ પ્રતિ દિવસ સુધી વધારવા માટે આગામી ત્રણથી પાંચ વર્ષમાં અંદાજે US$5 બિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. તેનો વિકાસ પોર્ટફોલિયો ટાઇટ ઓઇલ, શેલ ગેસ શેલો – વોટર અને ડીપ – વોટર એસેટ તેમજ આસામ અને ઉત્તર – પૂર્વમાં નોંધપાત્ર વાવેતર વિસ્તાર ધરાવે છે – તે પ્રદેશ જ્યાં એશિયાના પ્રથમ ઓઇલ વેલને ડ્રિલ કરવામાં આવ્યો હતો.

વેદાંતા લિમિટેડ: ભારતના મહત્વપૂર્ણ ખનિજોમાં અગ્રેસર

આ નવી લિસ્ટેડ કંપનીઓની સાથે વેદાંતા લિમિટેડ ગ્રુપની મુખ્ય લિસ્ટેડ એન્ટિટી અને ભારતના સૌથી મહત્વપૂર્ણ કુદરતી સંસાધનો અને મહત્વપૂર્ણ ખનિજ વ્યવસાયોમાંની એક તરીકે ચાલુ રહે છે. વિશ્વના સૌથી મોટા સંકલિત ઝીંક ઉત્પાદક અને ત્રીજા ક્રમના સૌથી મોટા ચાંદી ઉત્પાદક – પ્રતિષ્ઠિત હિન્દુસ્તાન ઝિંક દ્વારા અગ્રેસર – વેદાંતા લિમિટેડ ઝીંક, સિલ્વર, કોપર, નિકલ, ફેરો એલોય અને અન્ય વ્યૂહાત્મક ખનિજોનો વૈશ્વિક સ્તરે નોંધપાત્ર પોર્ટફોલિયો ધરાવે છે જે ભવિષ્યના વૈશ્વિક અર્થતંત્ર માટે વધુને વધુ મહત્વપૂર્ણ છે.