વાઘ બકરી ટી ગ્રૂપે લોન્ચ કર્યું નવું કેમ્પેઈન: ‘ઈત્તી સી વાઘ બકરી, ઈત્તી કડક સ્વાદ-ભરી’

અમદાવાદ, 19 જૂન: વાઘ બકરી ટી ગ્રૂપ દ્વારા એક નવું ઈન્ટિગ્રેટેડ કેમ્પેઈન ‘ઈત્તી સી વાઘ બકરી, ઈત્તી કડક સ્વાદ-ભરી’ લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતીય ઘરોમાં ચા બનાવવાની સામાન્ય આદતો અને ગ્રાહકોના ગહન અભ્યાસ પર આધારિત આ કેમ્પેઈન એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે.

ગ્રાહકોના સર્વેક્ષણ દરમિયાન એક રસપ્રદ બાબત સામે આવી હતી કે, ચા પીનારા લોકો કડક સ્વાદ મેળવવા માટે વધુ ચા પત્તી ઉમેરતા હોય છે. વળી ઘણા ગ્રાહકો માટે વધુ ચમચી ચા નાખવી અથવા તેને સતત ઉકાળવી એ એક સામાન્ય આદત બની ગઈ છે, જેથી તેઓ વધુ ગાઢ અને રિચ સ્વાદ મેળવી શકે.

વાઘ બકરી ચા માટે આ સંશોધને વર્ષો જૂની એક માન્યતાને ચેલેન્જ કરવાની તક આપી છે, જે મુજબ એવું માનવામાં આવે છે કે ચાનો કડક સ્વાદ વધુ ચા પત્તી વાપરવાથી આવે છે, નહીં કે હાઈ-ક્વોલિટી પાંદડામાંથી તૈયાર કરાયેલા શ્રેષ્ઠ બ્લેન્ડથી. પોતાના ૧૩૦ વર્ષથી વધુના બહોળા અનુભવ અને કુશળતાના આધારે આ નવું ઈન્ટિગ્રેટેડ કેમ્પેઈન દ્વારા એક સરળ વાત પર ભાર મૂક્યો છે: ચાનો અસલી કડક સ્વાદ ઉચ્ચ ગુણવત્તાવાળા પાંદડાં અને શ્રેષ્ઠ બ્લેન્ડિંગની કુશળતામાં રહેલો છે.

આ કેમ્પેઈન વિશે વાત કરતા વાઘ બકરી ટી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈએ જણાવ્યું હતું કે, “ગ્રાહકોએ ચાની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવી જોઈએ કે ન તો તેના કારણે પોતાની ચા બનાવવાની રીત બદલવી પડે. છેલ્લા ૧૩૦ વર્ષથી વધુ સમયથી વાઘ બકરીનો મુખ્ય હેતુ એ જ રહ્યો છે કે ચાનો અસલી અને કડક સ્વાદ તેના શ્રેષ્ઠ બ્લેન્ડમાંથી જ મળે. ‘ઈત્તી સી વાઘ બકરી, ઈત્તી કડક સ્વાદ-ભરી’ કેમ્પેઈન પેઢીઓથી ચાલી આવતી અમારી આ જ પરંપરા, ગ્રાહકોને રિચ, સ્વાદિષ્ટ અને સંતોષકારક ચાનો અનુભવ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.” આ રાષ્ટ્રવ્યાપી કેમ્પેઈનને વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ટેલિવિઝન, ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મોટા પાયે રોલ-આઉટ કરવામાં આવી રહ્યું છે.