
અમદાવાદ, 8 જૂનઃ ટ્રુહોમ ફાઇનાન્સ લિમિટેડ (Truhome Finance Limited) કે જે અગાઉ શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (Shriram Housing Finance Limited) તરીકે ઓળખાતી હતી તેને તેના સૂચિત પ્રારંભિક જાહેર (IPO) માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI)ની મંજૂરી મળી ગઈ છે.
રૂ. 3,000 કરોડના આ IPOમાં રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા અને કુલ રૂ. 1,500 કરોડ સુધીના ઈક્વિટી શેર્સના ફ્રેશ ઈશ્યૂ તેમજ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા અને કુલ રૂ. 1,500 કરોડ સુધીના ઈક્વિટી શેર્સના ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર મેંગો ક્રેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા ઓફર ફોર સેલમાં રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા અને કુલ રૂ. 1,500 કરોડ સુધીના ઈક્વિટી શેર્સ વેચવામાં આવશે.
આ IPO માંથી મળનાર ભંડોળ આવકનો ઉપયોગ કંપનીની ભવિષ્યની મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૂડીનો આધાર વધારવા માટે કરવાની દરખાસ્ત ધરાવે છે. જેમાં વ્યવસાયના વિકાસમાંથી ઉદ્ભવતી સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો અને આગળ ધિરાણ આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત RBI દ્વારા સમયાંતરે નિર્ધારિત કરવામાં આવતા મૂડી પર્યાપ્તતાના નિયમનકારી ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે પણ આ ભંડોળનો ઉપયોગ કરાશે.આ ચોખ્ખી આવકનો ઉપયોગ 31 માર્ચ,2027 અને 31 માર્ચ, 2028ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન દરખાસ્ત ધરાવે છે.
વર્ષ 2010માં સ્થપાયેલી ટ્રુહોમ ફાઈનાન્સએ રિટેલ-કેન્દ્રિત અને પરવડે એવા ઘરો માટે લોન આપતી કંપની છે.આ કંપની અગાઉ શ્રીરામ ફાઈનાન્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની હતી અને શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતી હતી. ડિસેમ્બર 2024માં ન્યૂયોર્ક સ્થિત વૈશ્વિક પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ વોરબર્ગ પિન્કસ (Warburg Pincus) દ્વારા તેનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું.
કંપની હાઉસિંગ લોન,લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટી અને તેને સંબંધિત અન્ય નાણાકીય સેવાઓ સહિત સુરક્ષિત ધિરાણ પ્રોડક્ટ્સની વ્યાપક સુવિધાની ઓફર ધરાવે છે,જેમાં 31 ડિસેમ્બર,2025 સુધીમાં સરેરાશ લોનની ટિકિટ સાઈઝ રૂ. 2.13 મિલિયન હતી.કંપની મુખ્યત્વે ક્રેડિટવોર્થી સ્વરોજગારી ગ્રાહકોને લક્ષ્યાંક બનાવે છે.કંપની 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા મેટ્રોપોલિટન તેમજ ટાયર-I, ટાયર-II અને ટાયર-III શહેરોમાં રહેલી 216 બ્રાંચ સાથે સમગ્ર ભારતમાં સુવ્યવસ્થિત રીતે વિસ્તરણ ધરાવતા નેટવર્ક દ્વારા ગ્રાહકોને પોતાની સર્વિસ પૂરી પાડે છે.
ટ્રુહોમ ફાઈનાન્સને તેના ભૌગોલિક રીતે સૌથી વધારે વૈવિધ્યસભર લોન પોર્ટફોલિયોનો લાભ મળે છે,જેમાં 31 ડિસેમ્બર,2025 સુધીમાં કોઈપણ એક રાજ્યનો હિસ્સો તેના કુલ AUM એટલે કે એસેટ્સ અન્ડર મેનેજમેન્ટના 18.00% થી વધારે નથી.તેના પોર્ટફોલિયોમાં સૌથી મોટા ત્રણ રાજ્યો — મહારાષ્ટ્ર,ગુજરાત અને તમિલનાડુ — સામૂહિક રીતે તે જ તારીખ સુધીમાં તેના કુલ AUMનો 49.70% હિસ્સો ધરાવે છે.
31 ડિસેમ્બર, 2025 સુધીમાં કંપનીએ 1,10,000થી વધુ ગ્રાહકોને સેવા આપી હતી અને તેના સમકક્ષ હરીફોની સરખામણીમાં તે સ્વ-રોજગાર ધરાવતા ગ્રાહકોનું બીજું સૌથી વધુ પ્રમાણ ધરાવતી હતી જેમાં આવા ગ્રાહકોનો તેની કુલ AUMમાં ફાળો 76.96% હતો.આ જ સમયગાળા માટે AUMના 85.32% એવા ગ્રાહકોના હતા જેમનો CIBIL સ્કોર 700 કે તેથી વધુ હતો તેમજ 94.78% લોનમાં મહિલાઓ મુખ્ય અરજદાર અથવા સહ-અરજદાર તરીકે સામેલ હતી.
31 ડિસેમ્બર,2025 સુધીમાં આ કંપની રૂ. 21,124.32 કરોડની AUM સાથે AUMની દ્રષ્ટિએ ભારતની ત્રીજી સૌથી મોટી અફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે.નાણાકીય વર્ષ 2023,2024 અને 2025 દરમિયાન AUM CAGR (48.58%)ની દ્રષ્ટિએ તે ભારતમાં સૌથી ઝડપથી વિકસle અફોર્ડેબલ હાઉસિંગ ફાRનાન્સ કંપની છે તેમજ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં બ્રાંચ દીઠ રૂ. 107.23 કરોડની સૌથી વધુ AUM ધરાવે છે. કંપનીની AUM મુખ્યત્વે હોમ લોન દ્વારા સંચાલિત છે,જે કુલ AUMના 57.37% હિસ્સો ધરાવે છે અને તેની સરેરાશ લોનની ટિકિટ સાઈઝ રૂ. 19.1 મિલિયન છે.પ્રોપર્ટી સામે લોન AUMમાં 39.22% યોગદાન આપે છે જેની સરેરાશ લોનની રકમ રૂ. 20.07 મિલિયન છે, જ્યારે અન્ય લોન પ્રોડક્ટ્સ કુલ AUMના 3.41% હિસ્સો ધરાવે છે જેની સરેરાશ લોનની રકમ રૂ. 118.82 મિલિયન છે.
ડિસેમ્બર 2025ના રોજ પૂરા થયેલા નવ મહિના દરમિયાન (9MFY26) કંપનીએ રૂ. 6382.446 કરોડની લોનનું વિતરણ કર્યું હતું અને તે નાણાકીય વર્ષ 2023, 2024 અને 2025 દરમિયાન લોન ડિસબર્સમેન્ટ CAGR (31.14%)ની દ્રષ્ટિએ સૌથી ઝડપથી વિકસતી અફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પૈકી એક છે.
કંપનીએ પોતાની એસેટ ક્વોલિટી જાળવી રાખી છે જેમાં ડિસેમ્બર 2025 સુધીમાં ગ્રોસ સ્ટેજ-3 અસ્કયામતો 1.60% અને નેટ સ્ટેજ-3 અસ્કયામતો 1.09% હતી જ્યારે 30+ દિવસથી બાકી રહેલી ચૂકવણી (DPD) 3.15% પર હતી.
નફાકારકતાની દ્રષ્ટિએ કંપનીએ ડિસેમ્બર 2025ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે રૂ. 333.53 કરોડનો કરવેરા પછીનો નફો (PAT) નોંધાવ્યો હતો, જેમાં અસ્કયામતો પર વળતર (RoA) 2.66% અને ઈક્વિટી પર વળતર (RoE) 11.62% (નાણાકીય વર્ષ 2026ના પ્રથમ 9 મહિના માટે વાર્ષિક ધોરણે) રહ્યું હતું.કંપનીની કુલ આવક નાણાકીય વર્ષ 2023 માં રૂ. 780.496 કરોડ હતી,જે વધીને નાણાકીય વર્ષ 2025 માં રૂ. 1,905.48 કરોડ થઈ હતી, જ્યારે સમાન સમયગાળા દરમિયાન કરવેરા પછીનો નફો (PAT) રૂ. 137.75 કરોડથી વધીને રૂ. 286.24 કરોડ થઈને લગભગ બમણો થઈ ગયો હતો. લોન વિતરણના ટકા તરીકે ઓપરેટિંગ ખર્ચ નાણાકીય વર્ષ 2023 માં 4.87% હતો,જે નાણાકીય વર્ષ 2025માં વધીને 7.17% થયો હતો,જે કંપનીના મોટા પાયા પરના કામકાજ અને વ્યવસાયિક કામગીરીના વિસ્તરણને દર્શાવે છે.કંપનીએ શિસ્તબદ્ધ અન્ડરરાઈટિંગ,સ્પ્રેડ ઓન એડવાન્સિસ અને અસ્કયામતોની મજબૂત ગુણવત્તા એટલે કે એસેટ ક્વોલિટી જાળવી રાખીને સતત મજબૂત વૃદ્ધિ અને લોન વિતરણ નોંધાવ્યું છે.
જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, આઇઆઇએફએલ કેપિટલ સર્વિસિસ લિમિટેડ (અગાઉ આઇઆઇએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી), જેફરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ આ ઈશ્યૂના બેન્કર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
