KredX આ વર્ષે ગુજરાતના નિકાસકારોને 20 કરોડ ડોલરથી વધુ ધિરાણ ફાળવશે
અમદાવાદ, 31 મેઃ ભારતના સૌથી મોટાં સપ્લાય ચેઇન ફાઇનાન્સ પ્લેટફોર્મ KredXએ તેના ITFS (ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઇનાન્સ સર્વિસિસ) પ્લેટફોર્મ KredX GTX દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાતના નિકાસકારોને રૂ. 20 કરોડ ડોલરથી વધુ ધિરાણ આપવાની યોજના બનાવી છે. દેશની કુલ નિકાસના 33.33 ટકા હિસ્સો ધરાવતાં ગુજરાતમાં આ વ્યૂહાત્મક પહેલનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વેપાર સાથે સંકળાયેલા વ્યવસાયોના વિકાસને વેગ…
