
નિષ્ણાતોના મતે, મંગળવારે પણ માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ રહેવાની અપેક્ષા છે, જેમાં NIFTY 24,150-24,200 ઝોનને લક્ષ્ય બનાવશે, ત્યારબાદ 24,300-24,500 રેન્જ આવી શકે. જોકે, 24,000નું લેવલ તાત્કાલિક સપોર્ટ તરીકે કાર્ય કરે તેવી શક્યતા છે, ત્યારબાદ 23,800 નિર્ણાયક સપોર્ટ લેવલ તરીકે જોવા મળી શકે અને ધ્યાનમાં રાખી શકાય.
| Stocks to Watch: | Craftsman Automation, JSW Infrastructure, Vodafone Idea, BEL, Apar Industries, Hindustan Zinc, Info Edge, Lemon Tree Hotels, Yash Highvoltage, Knowledge Marine, Torrent Power, Bajaj Auto, Hindustan Aeronautics, Sun Pharma, PFC, Aditya Birla Capital |
અમદાવાદ, 23 જૂનઃ ભારતીય શેરબજારોમાં હજી પણ તેજીવાળા અને મંદીવાળા બન્ને અવઢવમાં છે કે, માર્કેટની દિશા અને દશા કેવી રહેશે. પરંતુ જે રીતે NIFTY 24200 નજીક સરકી રહ્યો છે અને એફઆઇઆઇ એક્ટિવ થઇ છે તે જોતાં એવું જણાય છે કે, NIFTY 24200 મંગળવારે જ ક્રોસ કરી શકે છે તેવું નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સનું માનવું છે. આ લખાય છે ત્યારે એટલેકે સવારે 8 વાગ્યા આસપાસ ગીફ્ટ NIFTY 24120 પોઇન્ટ આસપાસ રમતો હતો. જે દર્શાવે છે કે, માર્કેટ સ્ટેડી ટૂ પોઝિટિવ ટોન સાથે ખૂલે તેવી શક્યતા છે.
નિષ્ણાતોના મતે, મંગળવારે પણ માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ રહેવાની અપેક્ષા છે, જેમાં NIFTY 24,150-24,200 ઝોનને લક્ષ્ય બનાવશે, ત્યારબાદ 24,300-24,500 રેન્જ આવી શકે. જોકે, 24,000નું લેવલ તાત્કાલિક સપોર્ટ તરીકે કાર્ય કરે તેવી શક્યતા છે, ત્યારબાદ 23,800 નિર્ણાયક સપોર્ટ લેવલ તરીકે જોવા મળી શકે અને ધ્યાનમાં રાખી શકાય.
NIFTY એ ડેઇલી ચાર્ટ પર દોજી કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી, જે તેજીવાળા અને મંદીવાળાઓ વચ્ચે અનિર્ણાયક સ્થિતિ હોવાનું દર્શાવે છે. NIFTY એપ્રિલ રેલીના 23.6 ટકા ફિબોનાકી રીટ્રેસમેન્ટ લેવલથી ઉપર બંધ થયો અને તેના ટૂંકા અને મધ્યમ ગાળાના મૂવિંગ એવરેજથી ઉપર રહ્યો, જેમાં 10-દિવસનો EMA 50-દિવસના EMA થી ઉપર ક્રોસ થઇ ગયો. RSI વધીને 59.65 થયો અને તેજીનો ક્રોસઓવર જાળવી રાખ્યો. MACD શૂન્ય રેખા અને સિગ્નલ રેખા બંનેથી ઘણો ઉપર રહ્યો, જોકે ગ્રીન હિસ્ટોગ્રામ બાર ઝાંખા પડતા રહ્યા. આ બધા ઇન્ડિકેશન્સ સાઇડવેઝ-ટુ-પોઝિટિવ બાયસ સૂચવે છે, જેમાં વ્યાપક વલણ તેજીમાં રહેવાની ધારણા રાખી શકાય તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે.
બેંક NIFTYએ પણ ડેઇલી ચાર્ટ પર ડોજી જેવી કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી, સોમવારે 0.4 ટકાનો વધારો થયો. ઇન્ડેક્સ તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી ઉપર રહ્યો, 20-દિવસનો EMA 100-દિવસના EMAને વટાવી જવાની ધાર પર હતો. તે 15 જૂનના રોજ રચાયેલા બુલિશ ગેપથી પણ ઘણો ઉપર રહ્યો. RSI વધીને 69.14 થયો અને તેજીનો ક્રોસઓવર જાળવી રાખ્યો છે. MACD પણ સિગ્નલ લાઇન અને ઝીરો લાઇન બંનેથી ઉપર રહ્યો, જ્યારે ગ્રીન હિસ્ટોગ્રામ બાર બીજા સત્ર માટે ઝાંખા પડતા રહ્યા છે. આ બધા ઇન્ડિકેટર્સ સૂચવે છે કે માર્કેટનો અંડરટોન પોઝિટિવ રહેવા સાથે સુધારાની ચાલ જળવાઇ રહે તેવી આશા છે, જોકે હાયર લેવલે કેટલાક પ્રોફીટબુકિંગના કારણે કોન્સોલિડેશનને નકારી શકાય નહીં.
INDIA VIX: નીચલા 12-13 ઝોનની નજીક રહ્યો, 0.98 ટકા ઘટીને 12.84 થયો અને તેજીવાળાઓને આરામ મળ્યો. વોલેટિલિટી ઇન્ડેક્સમાં વધુ ઘટાડો તેજીવાળા સેન્ટિમેન્ટને વધારાનો ટેકો આપી શકે છે.
| Stocks Trade Ex-Dividend | Hindustan Unilever, Asian Paints, Tata Power, Anand Rathi Share, Dalmia Bharat, Fredun Pharma, GNA Axles, Indian Hotels, Thyrocare |
| Stocks Trade Ex-Date for Income Distribution | Digital Fibre Infrastructure Trust, Intelligent Supply Chain Infrastructure Trust |
| Stock in F&O Ban | Kaynes |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

