નવી દિલ્હી, અમદાવાદઃ અદાણી ગ્રુપે છેલ્લા ચાર વર્ષમાં લગભગ $9 અબજ એકત્ર કર્યા હોવાનું અદાણી બિઝનેસ ગ્રુપે જણાવ્યું છે. જૂથે અહેવાલ આપ્યો છે કે જૂથના રોકાણકારોમાં કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA), ટોટલ એનર્જી, ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC) અને GQG પાર્ટનર્સ જેવા મોટા રોકાણકારોનો સમાવેશ થાય છે.

ફ્રાન્સની ટોટલ એનર્જીએ એપ્રિલ 2019માં અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન એનર્જીમાં $3.3 અબજનું રોકાણ કર્યું હતું. ફ્રેન્ચ કંપનીએ અદાણી પોર્ટ્સ સાથે 50:50 હિસ્સા સાથે અદાણી ટોટલ પ્રાઇવેટ લિમિટેડ નામનું સંયુક્ત સાહસ પણ બનાવ્યું છે.

QIAએ QIAએ ફેબ્રુઆરી 2020માં અદાણી ટ્રાન્સમિશનમાં $452 મિલિયનનું રોકાણ કર્યું હતું.

IHCએ મે 2022માં અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીમાં $2 અબજનું રોકાણ કર્યું છે.

GQGએ 3190 મિલિયન ડોલર સાથે અદાણી ગ્રૂપમાં તાજેતરનું સૌથી મોટું રોકાણકાર છે.

InvestorInvestment (USD Mn)Investee CompaniesInvested since
QIA452ATL (25% stake in AEML)Feb 2020
TTE3,345ATPL (JV with APSEZ), ATGL, AGELApr 2019
IHC2,000AEL, ATL, AGELMay 2022
GQG3,190AEL, ATL, AGEL, APSEZMar-2023
Total8,987  

અદાણી ગ્રૂપ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મોટા વૈશ્વિક રોકાણકારોએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે અદાણી ગ્રૂપના બિઝનેસની આંતરિક શક્તિ અને ઉચ્ચતમ સ્તરના ગવર્નન્સ પ્રત્યે અદાણી ગ્રૂપની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

જૂથના જણાવ્યા અનુસાર હિસ્સો વેચવાથી આગામી 12-18 મહિના દરમિયાન ગ્રોથની સાથે સાથે ગ્રૂપ કંપનીઓના ડેટ અને ઇક્વિટી સંબંધિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટી રકમની મૂડીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. બોર્ડે અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશન દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપી છે. અદાણી ગ્રૂપે કહ્યું છે કે પ્રમોટર પરિવાર દ્વારા આ વર્ષે માર્ચમાં GQGને $1.87 અબજ હિસ્સાના વેચાણથી માર્જિન-લિંક્ડ અને શેર-બેક્ડ લોનની પૂર્વ ચુકવણીમાં મદદ મળી છે. ETએ ગયા અઠવાડિયે એક અહેવાલમાં જણાવ્યું હતું કે અદાણી જૂથ વિસ્તરણ માટે વધારાની રોકડ એકત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે હિસ્સો વેચવા વૈશ્વિક રોકાણકારોને શોધશે.