ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝે સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 17 જુલાઇઃ ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 745 કરોડની કુલ ઓફરમાં ઇક્વિટી કેપિટલ ફન્ડ (ફેસ વેલ્યુ રૂ.5) એકત્ર કરવાની યોજના ધરાવે છે, ટોટલ ઓફર સાઇઝમાં 1) રૂ. 365 કરોડ સુધીનાં ઇક્વિટી શેરોનો ફ્રેશ ઇશ્યુ 2) રૂ. 380 કરોડ સુધીનાં ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. ક્રિસિલના રિપોર્ટ પ્રમાણે કંપની ભારતમાં પેન્સ રાઇટિંગ ઇન્સ્ટ્રમેન્ટ સેગમેન્ટમાં સૌથી મોટી કંપની છે. તેણે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 754.18 કરોડની આવક નોંધાવી હતી. 31 માર્ચ, 2023ના અંતે ભારતમાં રાઇટિંગ અને ક્રિએટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ઉદ્યોગમાં કંપનીનો બજાર હિસ્સો આશરે 9 ટકા હતો.
કંપની ફ્રેશ ઇશ્યુ દ્વારા એકત્ર થનારા ભંડોળનો ઉપયોગ નીચે જણાવેલા હેતુ માટે કરવા માંગે છેઃ 1) ગુજરાતનાં વલસાડ જિલ્લામાં આશરે રૂ. 95.62 કરોડનાં ખર્ચે રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ માટે નવી ઉત્પાદન સુવિધા સ્થાપવા 2) કંપની અને તેની પેટાકંપની FWEPL(1) માટે અંદાજિત રૂ. 86.75 કરોડનાં કેપિટલ એક્સ્પેન્ડર માટે 3) કંપની અને તેની પેટાકંપનીઓ FWEPL(1) અને FCIPL(2) ની રૂ. 77 કરોડની કાર્યકારી મૂડીની જરૂરિયાત પૂરી કરવા, 4) કંપની અને તેની પેટાકંપનીઓ FWEPL( અને FCIPL દ્વારા અંદાજિત રૂ. 43 કરોડનાં ઋણના સંપૂર્ણ કે આંશિક પરત ચૂકવણી/પૂર્વ ચૂકવણી માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
કંપની નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 911.55 કરોડની આવક સાથે એકંદર રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં ટોચની ત્રણ કંપનીઓમાં સ્થાન પામે છે. એકંદર રાઇટિંગ અને ક્રિએટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ઉદ્યોગનાં વૃધ્ધિ દરની સરખામણીમાં આવકમાં ઝડપી વૃધ્ધિ દર નોંધાવનાર ટોચની બે સંગઠિત કંપનીઓમાં ફ્લેરનો સમાવેશ થાય છે. ઉદ્યોગે 2017 અને 2023 દરમિયાન 5.5 ટકાનાં CAGR ધોરણે વૃધ્ધિ નોંધાવી હતી, જ્યારે સમાન ગાળામાં કંપનીએ આશરે 14 ટકાનાં CAGR ધોરણે વૃધ્ધિ નોંધાવી હતી. નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ એડલવાઇસ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે જાણીતી) અને એક્સિસ કેપિટલ લિમિટેડ આઇપીઓ ઇશ્યુનાં બુક રનિંગ લીડ મેનેજર્સ છે.