અમદાવાદ, 7 મેઃ પ્રાઈમરી માર્કેટમાં આ સપ્તાહે મેઇનબોર્ડ ખાતે Nexus Select Trust REITનો આઇપીઓ અને એસએમઇ પ્લેટફોર્મ ઉપર ઓરો ઇમ્પેક્સ એન્ડ કેમિકલ્સનો આઇપીઓ યોજાશે. કેલેન્ડર વર્ષ 2023માં અત્યારસુધીમાં મેઇનબોર્ડ ખાતે છ આઇપીઓ લિસ્ટેડ થયા છે તે પૈકી ગ્લોબલ સરફેસના આઇપીઓમાં 55 ટકા જેવું બમ્પર રિટર્ન છૂટી રહ્યું છે. જ્યારે તા. 18 એપ્રિલના રોજ લિસ્ટેડ એવલોન ટેકનોલોજીસમાં 16 ટકા જેવું નેગેટિવ રિટર્ન છૂટી રહ્યું છે. ત્રણમાં પોઝિટિવ અને 3માં નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે.

દરમિયાનમાં સેબી સમક્ષ એપ્રિલ અને મે માસ દરમિયાન 11 કંપનીઓએ DRHP ફાઇલ કર્યા છે. જેમાં ટીવીએસ સપ્લાય ચેઇન, ફાઇનાન્સ સ્મોલ બેન્ક, ઇએમએસ લિ. વગેરેનો પણ સમાવેશ થાય છે. જેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે તે તાતા ટેકનોલોજીસે તા. 11 માર્ચના રોજ સેબી સમક્ષ ફાઇલ થયેલા ઓફર ડોક્યુમેન્ટ્સને મંજૂરી માટે એક્સચેન્જીસની રાહ જોવાઇ રહી છે. જ્યારે તાતા જૂથની અન્ય એક કંપની

તાતા પ્લેના ડોક્યુમેન્ટ્સ માટે સેબીએ તા. 26 એપ્રિલના રોજ ઓબ્ઝર્વેશન લેટર્સ જારી કરી દીધો છે.

આઇડિયા ફોર્જ અને એકમે ફીનટ્રેડના કિસ્સમાં પણ સેબીએ ઓબ્ઝર્વેશન લેટર્સ જારી કર્યા છે.

શ્રીરામા મલ્ટીટેકના રાઇટ્સ ઇશ્યૂના કિસ્સામાં પણ સેબીએ ઓબ્ઝર્વેશન લેટર જારી કર્યો છે.

મેઇનબોર્ડ કરન્ટ આઇપીઓ એટ એ ગ્લાન્સ

CompanyOpenCloseSizeRs CrIssue Price (Rs)Lot SizeExchange
Nexus Select Trust REITMay 09May 113200.0095.00 to 100.00150BSE, NSE

સેબી સમક્ષ એપ્રિલ- મેમાં ફાઇલ DRHP એટ એ ગ્લાન્સ

DateTitle
May 03, 2023TVS Supply Chain Solutions Limited – DRHP
May 03, 2023Fincare Small Finance Bank Limited – DRHP
Apr 28, 2023Protean eGOV Technologies Limited addendum II to the DRHP
Apr 19, 2023VISHNU PRAKASH R PUNGLIA LIMITED
Apr 18, 2023Platinumone Business Services Limited
Apr 11, 2023EMS Limited – DRHP
Apr 06, 2023Go digit General Insurance Limited – DRHP
Apr 05, 2023Samhi Hotels Limited – DRHP
Apr 03, 2023Aeroflex Industries Limited
Apr 03, 2023Sancode Technologies Limited
Apr 03, 2023Pyramid Technoplast Limited – DRHP

કેલેન્ડર 2023માં લિસ્ટેડ મેઇનબોર્ડ આઇપીઓ પરફોર્મન્સ એટ એ ગ્લાન્સ

Company NameListed OnIssue PriceCurrent PriceProfit/Loss
 Avalon TechnologiesApr 18436367.65-15.68%
Udayshivakumar InfraApr 33531.24-10.74%
 Global SurfacesMar 23140216.7554.82%
 Divgi TorqTransferMar 1459072823.39%
 Sah PolymersJan 126574.7515%
 Radiant Cash ManagementJan 49493.5-0.53%