સુરત, 3 ઓગસ્ટઃ  એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ભારતના સૌથી મોટા ઉત્પાદકોમાંના એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે જૂન 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે કોન્સોલિડેટેડ ધોરણે રૂ. 5.90 કરોડનોચોખ્ખો નફો નોંધાવ્યો છેજે નાણાંકીય વર્ષ2022-23નાચોથા ત્રિમાસિક ગાળાની સરખામણીએ 6.2% વધુ છે. નાણાંકીય વર્ષ 2023-24ના પહેલા ત્રિમાસિક ગાળામાં કુલ આવક રૂ. 54.94 કરોડ નોંધાઈ હતીજેનાણાંકીય વર્ષ2022-23નાચોથા ત્રિમાસિક ગાળાની સરખામણીએ 16.3% વધુ છે. નાણાંકીય વર્ષ 2023-24ના પહેલા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 12.71 કરોડ (એબિટા માર્જિન 23.1%) હતી. કંપનીને નાણાંકીય વર્ષ 2024 માટે 20-25%ના વેચાણ વૃદ્ધિની અપેક્ષા છે.

થાઈલેન્ડના એસસીજી ગ્રુપ સાથે કંપનીનું સંયુક્ત સાહસ

પરીણામો અંગેબિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન નારાયણ સાબૂએ જણાવ્યું કે, કપડવંજ (ગુજરાત) અને વાડા (મહારાષ્ટ્ર) ખાતેના પ્રોજેક્ટ્સ નિર્ધારિત પ્રમાણે આગળ વધી રહ્યા છે. અને નાણાંકીય વર્ષ 2024 માટે 20-25% વેચાણ વૃદ્ધિનું લક્ષ્ય રાખ્યું છે. વર્ષ 2015માં સ્થપાયેલી બિગબ્લોક કંસ્ટ્રક્શન લિમિટેડ એએસી બ્લોક સ્પેસમાં વાર્ષિક 8.25 લાખ ક્યુબિક મીટર ક્ષમતા સાથે અગ્રણી લિસ્ટેડ કંપની છે. ગ્રીન અને નોન-ટોક્સિક બિલ્ડિંગ કંસ્ટ્રક્શન મટિરિયલ, એએસીબ્લોક્સ કિફાયતી, હળવા, સાઉન્ડપ્રૂફ, શ્રેષ્ઠ બિલ્ડ ગુણવત્તા સાથે અગ્નિ પ્રતિરોધક છે અને પરંપરાગત ઇંટોની તુલનામાં ઊર્જા બચાવે છે. સાથે સાથે તેપર્યાવરણને અનુકૂળ અને સસ્તા પણ છે. આ સેગમેન્ટમાં તે એકમાત્ર કંપની છે જે તેની કામગીરીમાંથી કાર્બન ક્રેડિટ જનરેટ કરે છે.

થાઈલેન્ડના એસસીજી ગ્રુપ સાથે કંપનીની સંયુક્ત સાહસ કંપની, મેસર્સ સિયામ સિમેન્ટ બિગ બ્લોક કંસ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડે એએસી બ્લોકના ઉત્પાદન માટે કપડવંજ પ્લાન્ટ સ્થાપવા માટે મશીનરી અને ટેકનિકલ સેવાઓના સપ્લાય માટે ઓર્ડર આપ્યો છે. કંપની કપડવંજ અમદાવાદ (ગુજરાત) ખાતે એએલસી પેનલ્સ અને એએસી બ્લોક્સ માટે વાર્ષિક 3 લાખ સીબીએમની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપી રહી છે. કંપનીએ પ્રોજેક્ટ માટે 60,000 ચોરસ મીટર જમીન હસ્તગત કરી છે અને પ્રોજેક્ટને ધિરાણ આપવા માટે બેંકિંગ જોડાણ પૂર્ણ કર્યું છે. આ પ્લાન્ટ નાણાંકીય વર્ષ 2023-24માં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરે તેવી અપેક્ષા છે.

કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે મહારાષ્ટ્રના પાલઘરમાં વાડા ખાતે એએસી બ્લોક પ્લાન્ટ માટે તાજેતરમાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કર્યું છે. સંપૂર્ણ ક્ષમતા પર વાડા પ્લાન્ટ વાર્ષક રૂ. 200 કરોડની આવક ઊભી કરશે તથા પ્લાન્ટ ખાતે લગભગ 350-400 લોકોને રોજગારી આપશે તેવી અપેક્ષા છે.

કંપનીએ વાડા પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને લગભગ રૂ. 48 કરોડનું રોકાણ કર્યું છે. તમામ વિસ્તરણ પૂર્ણ થયા પછીકંપનીની કુલ ક્ષમતા વધીને વાર્ષિક 13.75 લાખ ક્યુબિક મીટરથશે. કંપની વિસ્તરણ પછી દર વર્ષે લગભગ 2.5 થી 3 લાખ યુનિટ કાર્બન ક્રેડિટ જનરેટ કરવાની અપેક્ષા રાખે છે. એમકંપનીના ડિરેક્ટર અને સીએફઓ મોહિત સાબૂએ જણાવ્યું હતું.