માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19465- 19400, રેઝિસ્ટન્સ 19608- 19687
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ નિફ્ટી-50 ધીરે ધીરે 19300 ભણી ધસી રહ્યો છે તેમ તેમ તેજીવાળાઓ કે જેમના લેણના ઓળૈયા ઊભાં છે તેમના ધબકારાં વધી રહ્યા છે. મંગળવારે એક માસની નીચી સપાટીએ બંધ રહેવા સાથે નિફ્ટીએ ટેકનિકલી લોઅર હાઇ- લોઅર બોટમ પેટર્ન નોંધાવી છે. ઉપરમાં નિફ્ટી માટે હવે 19800ના સ્થાને 19650- 19750નું લેવલ રેઝિસ્ટન્સ તરીકે વર્તી શકે છે. વૈશ્વિક શેરબજારોમાં જોવા મળેલી નરમાઇની અસર આપણે ત્યાં પણ જોવા મળી શકે. નિફ્ટી 19500 પોઇન્ટની સપાટી જાળવી રાખે ત્યાં સુધી માર્કેટમાં ટેકાની ધારણા પરંતુ જો 19250 પોઇન્ટની મલ્ટી મન્થ લો સપાટી તોડે તો તેજીના વેપારથી દૂર રહેવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.
બેન્ક નિફ્ટી માટે પણ 100 દિવસીય એવરેજથી નીચે ચાલી રહ્યો હોવા સાથે સાથે 44100 પોઇન્ટની સપાટી તૂટતાં ઇન્ડેક્સમાં વધુ નરમાઇ જોવા મળી શકે છે. આરબીઆઇની ક્રેડિટ પોલિસી જાહેરાત, કંપનીના બીજાં ક્વાર્ટરના પરીણામો કેવા રહેશે અને વિદેશી નાણાકીય સંસ્થાઓની ખરીદી કેવી રહેશે તેની ઉપર બજારની ચાલનો મોટો આધાર રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)