MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.41 અને ચાંદીમાં રૂ.180ની નરમાઈ
મુંબઈ, 4 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 66,59,178 સોદાઓમાં કુલ રૂ.5,40,895.7 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,10,316.78 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.430482.14 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 11,79,995 સોદાઓમાં રૂ.68,893.46 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.60,915ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,539 અને નીચામાં રૂ.60,661 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.41 ઘટી રૂ.60,911ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.296 વધી રૂ.49,277 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 વધી રૂ.6,035ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.70 વધી રૂ.60,805ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.71,745ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,390 અને નીચામાં રૂ.70,880 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.180 ઘટી રૂ.71,400 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.163 ઘટી રૂ.71,482 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.175 ઘટી રૂ.71,486 બંધ થયો હતો.
એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો રૂ.2.00 વધી રૂ.206.65
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 74,860 સોદાઓમાં રૂ.9,227.61 કરોડના વેપાર થયા હતા. તાંબુ નવેમ્બર વાયદો રૂ.701.65ના ભાવે ખૂલી, રૂ.10.05 વધી રૂ.710.40 જ્યારે એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.95 વધી રૂ.205.80 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.186ના ભાવ થયા હતા. જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.60 વધી રૂ.222ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.2.00 વધી રૂ.206.65 સીસુ-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.186.00 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.1.55 વધી રૂ.221.85 બંધ થયો હતો.
ક્રૂડ તેલ રૂ.53 ડાઊન, બુલડેક્સ વાયદામાં રૂ.97 કરોડનાં કામકાજ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 7,95,085 સોદાઓમાં રૂ.32,143.01 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.7,031ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,154 અને નીચામાં રૂ.6,694 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.53 ઘટી રૂ.6,892 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.55 ઘટી રૂ.6,894 બંધ થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.293ના ભાવે ખૂલી, રૂ.2.90 ઘટી રૂ.288.60 અને નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો 2.9 ઘટી 288.7 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.52.70 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,583ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,583 અને નીચામાં રૂ.1,583 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.61 વધી રૂ.1,583 થયો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.59,000ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,100 અને નીચામાં રૂ.58,000 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.200 ઘટી રૂ.58,620ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.10 વધી રૂ.925.80 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,10,317 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.430482 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.23,226.05 કરોડનાં 36,746.828 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.45,667.41 કરોડનાં 5,985.468 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.11,980.75 કરોડનાં 1,62,55,550 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.20,162.26 કરોડનાં 63,90,94,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.907.83 કરોડનાં 39,654 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.302.66 કરોડનાં 16,027 ટન તાંબાના વાયદાઓમાં રૂ.5,145.39 કરોડનાં 68,965 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,871.73 કરોડનાં 1,27,876 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.21.66 કરોડનાં 3,696 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.30.91 કરોડનાં 327.24 ટનનાં કામકાજ થયાં હતાં.