મુંબઈ, 11 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 3થી 9 નવેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 71,70,744 સોદાઓમાં કુલ રૂ.6,47,689.13 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,11,044.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 536561.41 કરોડનો હતો.

સોનાના વાયદામાં રૂ.629 અને ચાંદીના વાયદામાં રૂ.187ની નરમાઈ

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,53,327 સોદાઓમાં રૂ.71,541.73 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.60,911ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,330 અને નીચામાં રૂ.59,760 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.629 ઘટી રૂ.60,282ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.513 ઘટી રૂ.48,764 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.61 ઘટી રૂ.5,974ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.645 ઘટી રૂ.60,271ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.71,170ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,500 અને નીચામાં રૂ.70,145 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.187 ઘટી રૂ.71,213 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.207 ઘટી રૂ.71,275 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.193 ઘટી રૂ.71,293 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.83 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 66,073 સોદાઓમાં રૂ.8,225.1 કરોડના વેપાર થયા હતા. તાંબુ નવેમ્બર વાયદો રૂ.710.60ના ભાવે ખૂલી, રૂ.5.45 ઘટી રૂ.704.95 જ્યારે એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.75 વધી રૂ.206.55 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.187ના ભાવ થયા હતા. જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.95 વધી રૂ.229ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.60 વધી રૂ.207.25 સીસુ-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.00 વધી રૂ.187.00 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.6.80 વધી રૂ.228.65 બંધ થયો હતો.

કોટન-ખાંડીના વાયદામાં રૂ.1,780નો કડાકોઃ મેન્થા તેલમાં સુધારો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 7,36,516 સોદાઓમાં રૂ.31,160.7 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,894ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,964 અને નીચામાં રૂ.6,263 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.520 ઘટી રૂ.6,372 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.519 ઘટી રૂ.6,375 બંધ થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.287ના ભાવે ખૂલી, રૂ.31.70 ઘટી રૂ.256.90 અને નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો 31.5 ઘટી 257.2 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે રૂ.117.14 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,592ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,592 અને નીચામાં રૂ.1,592 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.9 વધી રૂ.1,592 થયો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.58,360ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,600 અને નીચામાં રૂ.56,240 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,780 ઘટી રૂ.56,840ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12.70 વધી રૂ.938.50 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,11,045 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 536561.41 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.22,775.89 કરોડનાં 37,621.542 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.48,765.84 કરોડનાં 6,814.844 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.12,446.58 કરોડનાં 18,812,720 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.18,714.12 કરોડનાં 683,642,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.608.89 કરોડનાં 29,278 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.261.30 કરોડનાં 13,978 ટન તાંબાના વાયદાઓમાં રૂ.4,917.46 કરોડનાં 69,323 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,437.45 કરોડનાં 107,687 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.50.32 કરોડનાં 8,688 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.66.79 કરોડનાં 704.52 ટનનાં કામકાજ થયાં હતાં.