આગામી સપ્તાહે 7400 કરોડના પાંચ IPOમાં જાણો શું છે ગ્રે પ્રીમિયમ અને નિષ્ણાતોનો અંદાજ
આઈપીઓ | ગ્રે પ્રીમિયમ | બ્રોકર્સ વ્યૂહ |
IREDA | 8 (26%) | Apply- 4 May Apply-2 |
Fedbank Financial | 14 (10%) | Apply-3 May Apply-1 |
Gandhar Oil | 50 (30%) | Apply-3 |
Tata Technologies | 350 (70%) | Apply-18 Neautral-1 |
Flair Writing | 25 (8%) | Apply-2 |
અમદાવાદ, 18 નવેમ્બરઃ આગામી સપ્તાહે 7400 કરોડના પાંચ આઈપીઓ ખૂલી રહ્યા છે. જેની ગ્રે માર્કેટમાં બોલબાલા વધી છે. તેમાંય ટાટા ગ્રૂપનો પ્રચલિત ટાટા ટેક્નોલોજીસના આઈપીઓ માટે સૌથી ઉંચા 70 ટકા પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. આ સિવાય ઈરેડા માટે 26 ટકા, ગાંધાર ઓઈલ રિફાઈનરીમાં 30 ટકા ગ્રે પ્રીમિયમ સાથે ચહલ પહલ વધી છે.
ટાટા ટેક્નોલોજીસઃ રિલાયન્સ સિક્યુરિટીઝ, કલ્યાણભાઈ માયાભાઈ બ્રોકર્સ, સહિતના નિષ્ણાતોએ આઈપીઓ ઈશ્યૂ ભરવા સલાહ આપી છે. જ્યારે એક્સિસ કેપિટલે કોઈ રેટિંગ આપ્યુ નથી.
ઈરેડા આઈપીઓઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના આઈપીઓ માટે રિલાયન્સ સિક્યુરિટીઝ, ચોઈસ બ્રોકિંગ, રેલિગર બ્રોકિંગ સહિતના બ્રોકરેજ હાઉસે આઈપીઓ ઈશ્યૂ ભરવા સલાહ આપી છે. એસબીઆઈકેપ સિક્યુરિટીઝે કોઈ રેટિંગ આપ્યુ નથી.
Comp. | Open | Close | Price (Rs) | Size (Cr.) | Lot | Exch. |
Flair Writing | Nov 22 | Nov 24 | 288/ 304 | 593 | 49 | BSE, NSE |
Fedbank Fina. | Nov 22 | Nov 24 | 133/ 140 | 1092 | 107 | BSE, NSE |
Gandhar Oil | Nov 22 | Nov 24 | 160/ 169 | 501 | 88 | BSE, NSE |
Tata Techno | Nov 22 | Nov 24 | 475/ 500 | 3043 | 30 | BSE, NSE |
IREDA | Nov 21 | Nov 23 | 30/ 32 | 2150 | 460 | BSE, NSE |
ફ્લેર રાઈટિંગ આઈપીઓઃ ફ્લેર રાઈટિંગના આઈપીઓ માટે એક્સિસ કેપિટલે કોઈ રેટિંગ આપ્યુ નથી. જ્યારે રેલિગર બ્રોકિંગ, રિલાયન્સ સિક્યુરિટીઝ સહિતના બ્રોકર્સે ઈશ્યૂ ભરવા સલાહ આપી છે.
ફેડબેન્ક ફાઈ. સર્વિસિઝઃ ફેડબેન્ક ફાઈનાન્સિયલ સર્વિસિઝના આઈપીઓનો પીઈ રેશિયો તેની હરિફ લિસ્ટેડ કંપનીઓ કરતાં ઉંચો છે. જો કે, આઈઆઈએફએલ અને મનપ્પુરમ ફાઈનાન્સ, મુથુટ ફાઈનાન્સનો પીઈ રેશિયો ફેડબેન્કની તુલનાએ નીચો છે. બ્રોકર્સે ઈશ્યૂ ભરવા સલાહ આફી છે.
ગાંધાર ઓઈલ રિફાઈનરીઃ ચોઈસ બ્રોકિંગ સહિત 3 બ્રોકરેજ હાઉસે આઈપીઓ ભરવા સલાહ આપી છે. ગાંધાર ઓઈલ રિફાઈનરીની છેલ્લા બે વર્ષમાં આવક, નફો અને નેટવર્થમાં વધારો જોવા મળ્યો છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)