IPO ખૂલશે5 માર્ચ
IPO બંધ થશે7 માર્ચ
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ. 210-221
લોટ સાઇઝ67 શેર્સ
ઇશ્યૂ સાઇઝ11,366,063શેર્સ
ઇશ્યૂ સાઇઝ₹251.19કરોડ
લિસ્ટિંગBSE, NSE
businessgujarat.in rating8/10

અમદાવાદ, 1 માર્ચ: ઉત્પાદન અને આવકોની દ્રષ્ટિએ ભારતમાં ઝિંક ઓક્સાઈડના સૌથી મોટા ઉત્પાદક જે. જી. કેમિકલ્સ લિમિટેડ તેમની સૌપ્રથમ પ્રારંભિક પબ્લિક ઓફરમાં રૂ. 10/- ની મૂળ કિમતના ઈક્વિટી શેર્સની પ્રાઈસ બેન્ડ રૂ. 210/- થી રૂ. 221/- પ્રતિ ઈક્વિટી શેર્સની નિર્ધારિત કરી છે. કંપનીની પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (આઈપીઓ અથવા ઓફર) મંગળવાર, 5 માર્ચ, 2024ના રોજ ભરણા માટે ખુલશે અને ગુરૂવાર, 7 માર્ચ, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 67 ઈક્વિટી શેર માટે અને તેથી વધુ માટે 67 ઈક્વિટી શેર્સના ગુણાંકમાં બિડ કરી શકે છે. આ ઈસ્યુમાં રૂ. 1,650 મિલિયન સુધીના મૂલ્યના ઈક્વિટી શેર્સના ફ્રેશ ઈસ્યુ અને વેચાણ કરનારા શેરહોલ્ડર્સ દ્વારા 3.90 મિલિયન સુધીના ઈક્વિટી શેર્સની ઓફર ફોર સેલ (ઓએફએસ) નો સમાવેશ થાય છે.

ઇશ્યૂ માટેના મુખ્ય હેતુઓ એક નજરે

ફ્રેશ ઈસ્યુમાંથી પ્રાપ્ત થનારી રકમમાંથી (એ) રૂ.910.58 મિલિયનનો ઉપયોગ જે. જી. કેમિકલ્સની મટિરિયલ સબસિડિયરીમાં રોકાણ માટે આ રીતે કરાશે (1) લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પુરી કરવા માટે રૂ. 600 મિલિયન, (2) આંધ્ર પ્રદેશના નાઈડુપેટા ખાતે રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની સ્થાપના માટે રૂ. 60.58 મિલિયન અને (3) મટિરિયલ સબસિડિયરી દ્વારા લેવામાં આવેલા કેટલાક થવા તમામ ઋણની પુરેપુરી અથવા તો આંશિક ચૂકવણી કે પછી આગોતરા ચૂકવણી માટે કરાશે (બી) જે. જી. કેમિકલ્સ લિમિટેડની લાંબા ગાળાની કાર્યકારી મૂડીના ભંડોળ માટે, અને (સી) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરાશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

જે. જી. કેમિકલ્સ અને તેની સબસિડિયરી સાથે મળીને ભારતમાં ફ્રેન્ચ પ્રોસેસ થકી ઝિંક ઓક્સાઈડના ઉત્પાદન અને આવકોની દ્રષ્ટિએ સૌથી મોટા ઉત્પાદકો છે અને માર્ચ, 2022ની સ્થિતિ મુજબ લગભગ 30 જેટલો બજાર હિસ્સો ધરાવે છે. અમેરિકા, યુરોપ અને એશિયાના ઝિંક ઓક્સાઈડના તમામ મોટા ઉત્પાદકો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રોડક્શન ટેકનોલોજીમાં આ ફ્રેન્ચ પ્રોસેસ સૌથી વધુ પ્રમાણમાં, વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. (સ્ત્રોતઃ કેર રીપોર્ટ). કંપની 80થી પણ વધુ ગ્રેડના ઝિંક ઓક્સાઈડનું વેચાણ કરે છે અને વિશ્વભરના ટોચના 10 ઝિંક ઓક્સાઈડના ઉત્પાદકોમાંના એક તરીકેનું સ્થાન ધરાવે છે. ભારતમાં ટાયર ઉદ્યોગની કંપનીઓ તેના સૌથી મોટા વપરાશકારો, ગ્રાહકો છે. કંપની અગ્રણી પેઈન્ટ ઉત્પાદકો, ફૂટવેર ક્ષેત્ર તથા કોસ્મેટિક્સ ક્ષેત્રના પ્લેયર્સને પણ પોતાની પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે.

કંપનીના મુખ્ય ગ્રાહકો એક નજરે

કંપનીની પ્રોડક્ટ્સ રબ્બર (ટાયર તથા અન્ય રબ્બર પ્રોડક્ટ્સ), સીરામિક્સ, પેઈન્ટ્સ અને કોટિંગ્સ, ફાર્માસ્યુટીકલ્સ અને કોસ્મેટિક્સ, ઈલેકટ્રોનિક્સ અને બેટરીઝ, એગ્રો-કેમિકલ્સ તથા ફર્ટિલાઈઝર્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, લુબ્રિકન્ટ્સ, ઓઈલ એન્ડ ગેસ તથા પશુઆહાર જેવા વ્યાપક સ્તરના ઔદ્યોગિક ઉપયોગોની જરૂરિયાતો પુરી કરે છે.

લીડ મેનેજર્સઃલિસ્ટિંગઃ
સેન્ટ્રમ કેપિટલ, એમ્કે ગ્લોબલ ફાયનાન્સિયલ સર્વિસીઝ તથા કીનોટ ફાયનાન્સિયલ સર્વિસીઝ છે. કેફીન ટેકનોલોજીઝ લિમિટેડ ઓફરના રજીસ્ટ્રાર છે.ઈક્વિટી શેર્સનું લિસ્ટિંગ બીએસઈ તથા એનએસઈમાં કરાવવાની દરખાસ્ત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)