પોલિકેબ ઇન્ડિયાનો ક્યૂ-1 ચોખ્ખો નફો 202 ટકા વધ્યો

પોલિકેબ ઇન્ડિયા લિએ 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક વાર્ષિક ધોરણે 48 ટકા વધીને રૂ. 27,366 મિલિયન થઈ છે. EBITDA વાર્ષિક ધોરણે 135 ટકા વધીને રૂ. 3,098 મિલિયન થઈ છે. પીએટી વાર્ષિક ધોરણે 202 ટકા વધીને રૂ. 2,225 મિલિયન થયો છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ઇન્દર ટી જયસિંધાનીએ કહ્યું કે, બી2બી અને બી2સી કેટેગરીઓમાં ઊંચી કામગીરી દ્વારા વેચાણમાં 48 ટકાની વૃદ્ધિ થઈ હતી. EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 420 બીપીએસ વધીને 11.3 ટકા થયું હતું, જે માટે કિંમતમાં વધારો અને શ્રેષ્ઠ કામગીરી જવાબદાર છે. પીએટીમાં વાર્ષિક ધોરણે 202 ટકાનો અને પીએટી માર્જિનમાં 8.1 ટકાનો વધારો થયો હતો. અમે નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં રૂ. 200 અબજનું વેચાણ હાંસલ કરવા અને પોલીકેબને ભવિષ્ય માટે સજ્જ કંપની બનાવવા કટિબદ્ધ છીએ.

HDFC લાઇફનું Q1FY23નું પ્રિમીયમ 23 ટકા વધી રૂ. 9,396 કરોડ

મુંબઇ: HDFC લાઇફ ઇન્સ્યોરન્સએ FY 23 Q1, દરમિયાન કુલ પ્રિમીયમમાં 23 ટકા વૃદ્ધિ સાથે કુલ પ્રિમીયમ રૂ. 9,396 કરોડ નોંધાવ્યું છે, જે પાછલા વર્ષના સમાન ગાળા એટલે કે એપ્રિલ 2021થી જૂનના સમયગાળા દરમાન રૂ. 7,656 કરોડ હતુ. HDFC લાઇફનું એપ્રિલ 2022થી જૂન 2022 સુધીનું ન્યુ બિઝનેસ પ્રિમીયમ 27 ટકા વધીને રૂ. 4,776 કરોડ થયુ છે, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટર્સમાં રૂ. 3,767 કરોડના સ્તરે હતું. જ્યારે 30 જૂનના રોજ પૂરા થતા 3 મહિનાના અંતે રિન્યુઅલ પ્રિમીયમ 10 ટકા વધીને રૂ. 4,620 કરોડ થયુ છે જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 3,889 કરોડના સ્તરે હતું. એપ્રિલ 2021થી જૂન 2021 દરમિયાન રૂ. 408 કરોડના સ્તરની તુલનામાં નવા બિઝનેસનુ મૂલ્ય એપ્રિલ 2022થી જૂન 2022 દરમિયાન 25 ટકા વધીને રૂ. 510 કરોડ થયું છે. એપ્રિલથી જૂન 2022માં કર બાદ નફો 21 ટકા વધીને રૂ. 365 કરોડ થયો છે, તેની તુલનામાં પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 302 કરોડ હતો. HDFC લાઇફના એમડી અને સીઇઓ વિભા પેડલકરએ જણાવ્યું હતુ કે Q1 FY23માં APEની દ્રષ્ટિએ 22 ટકાની વૃદ્ધિ કરી છે.