MCX WEEKLY REVIEW: સોનાનો વાયદો રૂ.73000 અને ચાંદીનો વાયદો રૂ.86000ના સ્તરને સ્પર્શ્યો
મુંબઈ, 20 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 12થી 18 એપ્રિલ સુધીના સપ્તાહ દરમિયાન 101,82,441 સોદાઓમાં કુલ રૂ.11,01,298.66 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,41,180.15 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.9,59,966.16 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 11,75,954 સોદાઓમાં રૂ.1,01,999.32 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.71,999ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,958ના સ્તરને સ્પર્શી અને નીચામાં રૂ.71,200 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,039ના ઉછાળા સાથે રૂ.72,683ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,502 ઊછળી રૂ.59,178 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.190 વધી રૂ.7,269ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,502ના ઉછાળા સાથે રૂ.73,016ના સ્તરે પહોંચ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.152 કરોડનાં કામકાજ
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.83,239ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.86,126ના સ્તરને સ્પર્શી અને નીચામાં રૂ.82,609ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.426ની તેજી સાથે રૂ.83,273ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.496ની વૃદ્ધિ સાથે રૂ.83,187 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.494 વધી રૂ.83,169 બંધ થયો હતો.
નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલાઃ બિનલોહ ધાતુઓમાં સુધારો
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,41,370 સોદાઓમાં રૂ.16,385.62 કરોડના વેપાર થયા હતા. તાંબુ એપ્રિલ વાયદો રૂ.819.35ના ભાવે ખૂલી, રૂ.21.75 વધી રૂ.838.30 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.13.20 વધી રૂ.237.30 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.40 વધી રૂ.189ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4.05 વધી રૂ.248ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.13.25 વધી રૂ.237.45 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.188.55 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.4.20 વધી રૂ.247.60 બંધ થયો હતો.
ક્રૂડ તેલ રૂ.176 નરમ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,19,341 સોદાઓમાં રૂ.22,730.18 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.7,140ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,322 અને નીચામાં રૂ.6,818 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.176 ઘટી રૂ.6,933 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.176 ઘટી રૂ.6,933 બંધ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.148ના ભાવે ખૂલી, રૂ.0.80 ઘટી રૂ.146.90 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 1 ઘટી 146.9 બંધ થયો હતો.
કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.2,540નો કડાકો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.65.03 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.59,500ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,200 અને નીચામાં રૂ.57,140 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,540ના કડાકા સાથે રૂ.57,580ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.50 ઘટી રૂ.899.90 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,41,180 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9,59,966 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.50,216.84 કરોડનાં 69,182.623 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.51,782.48 કરોડનાં 6,155.200 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.10,885.97 કરોડનાં 1,53,90,580 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.11,844.21 કરોડનાં 80,17,25,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,354.48 કરોડનાં 1,00,911 ટન, સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.336.34 કરોડનાં 17,835 ટન, તાંબાના વાયદાઓમાં રૂ.8,619.25 કરોડનાં 1,03,680 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.5,075.55 કરોડનાં 206,112 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.47.97 કરોડનાં 8,160 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.17.06 કરોડનાં 187.56 ટનનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)