સુરત, 8 મેઃ એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના સૌથી મોટા ઉત્પાદકો પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા માટે રૂ. 8.65 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 5.56 કરોડના ચોખ્ખા નફા કરતાં વાર્ષિક ધોરણે 55.6 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળા માટે કામગીરીથી આવક રૂ. 67.95 કરોડ નોંધાઈ હતી જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા માટે રૂ. 46.55 કરોડની આવક કરતાં વાર્ષિક ધોરણે 46 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 12.55 કરોડ હતી જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા માટે રૂ. 10.60 કરોડની એબિટા કરતાં 18.4 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા માટે ઈપીએસ શેરદીઠ રૂ. 1.22 હતી. કંપનીએ નાણાંકીય વર્ષ 2023-24 માટે 20 ટકાના દરે ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યુ હતું જે વાર્ષિક સામાન્ય સભામાં મંજૂરીને આધીન રહેશે.

બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2024 અને ચોથા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ તેની અત્યાર સુધીની સર્વોચ્ચ આવક, એબિટા અને ચોખ્ખા નફાના આંકડા હાંસલ કરવા સાથે સીમાચિહ્ન હાંસલ કર્યું છે જે મજબૂત ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવે છે. સતત કામગીરી તંદુરસ્ત માર્જિન જાળવવા અને તેની લાંબી ગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાને વળગી રહેવા સાથે વૃદ્ધિ નોંધાવવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમને આશા છે કે ગ્રોથ મોમેન્ટમ ચાલુ રહેશે અને આગામી વર્ષોમાં વધુ વેગ મળશે.

તમામ ચાલી રહેલા વિસ્તરણ પૂરા થયા પછી કંપનીની કુલ ક્ષમતા વર્ષે 13 લાખ ક્યુબિક મીટરની થઈ જશે અને કંપની દેશમાં સૌથી મોટી કંપનીઓ પૈકીની એક બનશે.

મુખ્ય બાબતોઃ નાણાંકીય વર્ષ 2024ના પરિણામો

નાણાંકીય વર્ષ 2024 માટે કંપનીએ રૂ. 30.69 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 30.14 કરોડ હતો. નાણાંકીય વર્ષ 2024માં કામગીરીથી આવક રૂ. 243.2 કરોડ હતી જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 200.1 કરોડની ઓપરેશનલ આવકની સરખામણીએ વાર્ષિક ધોરણે 21.55 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2024 માટેની એબિટા રૂ. 56.15 કરોડ હતી જે નાણાંકીય વર્ષ 2023ની રૂ. 50.01 કરોડની એબિટાની સરખામણીએ 12.3 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2024 માટેની ઈપીએસ શેરદીઠ રૂ. 4.36 હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)