Indegene 45% પ્રીમિયમે થયો લિસ્ટેડ
ઇશ્યૂ પ્રાઇસ | રૂ. 452 |
ખૂલ્યો | 659.70 |
વધી | 659.70 |
ઘટી | 527.80 |
છેલ્લો* | 580.60 |
અમદાવાદ, 13 મેઃ
Indegene લિ.નો આઇપીઓ આજે રૂ. 452ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 655ના મથાળે લિસ્ટેડ થવા સાથે લિસ્ટિંગ ગેઇન 45 ટકા નોંધાવવા સાથે રોકાણકારોને સારી કમાણી કરાવી આપી રહ્યો છે.
કંપનીની રૂ. 1,841.76 કરોડની પબ્લિક ઓફરને 69.91 ગણી સબ્સ્ક્રાઇબ કરવામાં આવી હતી. રોકાણકારોએ 2.88 કરોડ શેરની ઓફર કરતાં 201.81 કરોડ ઇક્વિટી શેર ખરીદ્યા હતા. બિન-સંસ્થાકીય રોકાણકારો માટેનો અનામચત હિસ્સો 55.07 ગણો ભરાયો હતો, અને QIB 197.55 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારોનો હિસ્સો 7.95 ગણો બુક થયો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)