સેમ્કો મ્યુ. ફંડે સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લોન્ચ કર્યુ
મુંબઈ, 15 મે: સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ (એસઓએફ)ના લોન્ચની જાહેરાત કરી છે. એનએફઓ 17 મે, 2024ના રોજ ખૂલશે અને 31 મે, 2024ના રોજ બંધ થશે.
સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ ડિસ્રપ્શન સ્ટ્રેટેજી પર બનાવવામાં આવ્યું છે જેમાં ડિજિટાઇઝેશન, ઇન્સાઇડર મિરર ટ્રેડિંગ, સ્પિન ઓફ્સ એન્ડ કોર્પોરેટ એક્શન્સ, રિફોર્મ્સ-રેગ્યુલેટરી, ગવર્મેન્ટ, અંડરવેલ્યુડ હોલ્ડિંગ કંપનીઝ, પ્રિમિયમાઇઝેશન, ટ્રેન્ડ્સ સસ્ટેનેબલ, ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ડિસ્રપ્શન, ઓર્ગેનાઇઝ્ડ શિપ્ટ, ન્યૂ એન્ડ ઇમર્જિંગ સેક્ટર્સ જેવી 10 વિશિષ્ટ પેટાવ્યૂહરચનાઓ છે.
ફંડના સીઈઓ વિરાજ ગાંધીએ જણાવ્યું હતું કે અને એડેપ્ટેબિલિટી સેમ્કો સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડના કેન્દ્રસ્થાને છે. અમારું ફંડ ડાયનેમિક ફ્લેક્સિબિલિટીનું ઉદાહરણ છે.
સેમ્કો એસઓએફ યુનિવર્સ એગ્નોસ્ટિક રહે તે પ્રકારે બનાવવામાં આવ્યું છે અર્થાત તે પોતાના રોકાણના અવકાશને કોઈ ચોક્કસ માર્કેટ કેપિટલાઇઝેશનની કંપનીઓ સુધી મર્યાદિત રાખતું નથી. આ વ્યૂહરચનાથી ફંડ લાર્જ કેપથી માઇક્રો-કેપ કંપનીઓ સુધી સમગ્ર માર્કેટ સ્પેક્ટ્રમમાં વિશેષ પરિસ્થિતિઓ શોધીને તેનો લાભ લઈ શકે છે. કોઈ ચોક્કસ સેગમેન્ટ પૂરતું સીમિત ન રહેતા આ ફંડ જ્યારે પણ કોઈ તક ઊભી થાય ત્યારે વિવિધ રેન્જના રોકાણમાં આગળ વધવા માટે સક્ષમ છે જે બજારના વિવિધ અને કેટલીક વાર વણખેડાયેલા ક્ષેત્રોમાં પણ પ્રવેશ કરીને મૂડીમાં વૃદ્ધિ માટે તેની સંભાવનાને વધારે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)