MCX WEEKLY REVIEW: ક્રૂડ તેલના વાયદામાં રૂ.220નો ઉછાળો
મુંબઈ, 7 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 28 જૂન થી 4 જુલાઈ સુધીના સપ્તાહ દરમિયાન 65,74,038 સોદાઓમાં કુલ રૂ.6,74,999.09 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,01,209.08 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 573734.77 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,57,205 સોદાઓમાં રૂ.68,809.14 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.71,422ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,573 અને નીચામાં રૂ.71,375ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.795 વધી રૂ.72,367ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.387 વધી રૂ.58,509 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.48 વધી રૂ.7,155ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.848 વધી રૂ.72,151ના સ્તરે પહોંચ્યો હતો.
સોનામાં રૂ.795 અને ચાંદીમાં રૂ.2,982ની વૃદ્ધિ
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.87,216ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.90,367 અને નીચામાં રૂ.86,709ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,982 વધી રૂ.90,030ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2,682 વધી રૂ.91,892 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2,679 વધી રૂ.91,882 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 96,219 સોદાઓમાં રૂ.14,050.55 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.837.85ના ભાવે ખૂલી, રૂ.33.90 વધી રૂ.868.15 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.4.95 વધી રૂ.232.90 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.45 વધી રૂ.190ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.9.75 વધી રૂ.275ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.4.60 વધી રૂ.234.25 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.10 વધી રૂ.189.80 જસત-મિની જુલાઈ વાયદો રૂ.9.70 વધી રૂ.274.50 બંધ થયો હતો.
મેન્થા તેલમાં સુધારો, તમામ બિનલોહ ધાતુઓ એકંદરે વધી, નેચરલ ગેસ ઢીલુ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 5,22,924 સોદાઓમાં રૂ.18,284.88 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,854ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,038 અને નીચામાં રૂ.6,759ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.220 વધી રૂ.7,024 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.216 વધી રૂ.7,021 બંધ થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.227ના ભાવે ખૂલી, રૂ.28.90 ઘટી રૂ.197.90 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 28.8 ઘટી 198.1 બંધ થયો હતો.
કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.110ની નરમાઈ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.64.51 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.58,900ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,970 અને નીચામાં રૂ.58,300ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.110 ઘટી રૂ.58,430ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.54.50 વધી રૂ.968.10 બોલાયો હતો.
ઓપ્શન્સમાં રૂ.5,73,734 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.55 કરોડનાં કામકાજ
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.26,726.15 કરોડનાં 37,171.188 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.42,082.99 કરોડનાં 4,653.963 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.5,786.73 કરોડનાં 83,71,860 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.12,498.15 કરોડનાં 59,53,50,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,013.91 કરોડનાં 43,734 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.297.43 કરોડનાં 15,702 ટન તાંબાના વાયદાઓમાં રૂ.9,255.37 કરોડનાં 1,08,573 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,483.84 કરોડનાં 1,29,640 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.10.42 કરોડનાં 1,776 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.54.09 કરોડનાં 572.4 ટનનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)